જૂનાગઢમાંથી મોટર સાઈકલ ચોરનાર માણાવદરનો આરોપી જેલ હવાલે

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલીસવડા સૌરભસિંઘની સૂચના અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમા શાંતેશ્વર મંદિર પાસે, ભવાનીનગર, જૂનાગઢ ખાતે રહેતા અને ગેરેજનો ધંધો કરતા ફરિયાદી રાજુભાઇ બાલુભાઈ મકવાણા (જાતે ખાંટ દરબાર)નું હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જીજે-૧૧-એજી-૨૯૯૦ કિંમત રૂ. ૨૦,૦૦૦ જૂનાગઢ દોલતપરા, અમીન ગેરેજ પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવેલ હતુ. આ અંગે રાજુભાઇ બાલુભાઈ મકવાણાએ ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ જે.પી.ગોસાઈ, પીએસઆઈ વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી જેમાં સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ, વનરાજસિંહ, અનકભાઇ, પ્રવિણભાઇ, રમેશભાઈ, દીનેશભાઇ, ભનુભાઇ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા તથા ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી મુજબ આ વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી અફઝલ મુસાભાઈ ગામેતી (ઉ.વ. ૨૮ રહે. ગૌતમનગર સોસાયટી, માણાવદર જિ. જુનાગઢ)ને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેમની પાસેથી ચોરાયેલ મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ દરમ્યાન અગાઉ અમીન ગેરેજ વાળા સાથે ટ્રક રિપેરિંગ બાબતે ઝઘડો થતા, તેનો બદલો લેવા માટે પોતે આ મોટર સાયકલની ચોરી કરેલ હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપી અન્ય કોઈ આ પ્રકારના ગુન્હામાં પકડાયેલા વોન્ટેડ છે કે કેમ? બીજા કોઇ વાહન ચોરીના ગુન્હાઓ આચરેલા છે કે કેમ ? વિગેરે બાબતે કોર્ટમાં રજૂ કરી, ૩ દિવસના પોલીસ રિમાન્ડ માંગતા, કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ હોઇ, આગળની તપાસ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!