જૂનાગઢમાં જુગાર દરોડો, રૂ. ૧૧ હજારની રોકડ સાથે ૧૩ મહિલાઓ ઝડપાઈ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.સોલંકી અને સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ મહિપતસિંહને મળેલ બાતમી આધારે જૂનાગઢના ખલીલપુર રોડ, હનૂમાનપરામાં રહેતી રાજીબેન કરશનભાઇ ચૂડાસમાના મકાનમાં જુગાર અંગે રેઇડ કરતા કુલ તેર મહીલા ઇસમોને જુગાર રમતા રોકડ  રૂ. ૧૧,૪૮૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જુગારની રેઇડ દરમ્યાન મહિલા આરોપીઓ રાજીબેન કરશનભાઇ ચૂડાસમા, નીશાબેન ચેતનભાઇ લૂકા, હંસાબેન પરસોતમભાઇ વઘાસીયા, સવીતાબેન નારણભાઇ બાબરીયા, રેખાબેન અનીલભાઇ ચૌહાણ, નંદૂબેન ચંદૂભાઇ મોકરીયા, વિજૂબેન ભીમજીભાઇ વાઢીયા, ઇન્દૂબેન રમેશભાઇ હીરપરા, જાગૃતીબેન રામભાઇ ચૂડાસમા, કંચનબેન ઉકાભાઇ સોલંકી, વિજયાબેન પ્રવીણભાઇ ઉર્ફે ભીખાભાઇ ઘાળીયા, અંકીતાબેન પ્રવીણભાઇ ઠૂંમર, દક્ષાબેન પ્રકાશભાઇ સોલંકી (રહે-તમામ જુનાગઢ)ને પકડી પાડી, તમામ વિરૂધ્ધ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકીએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં ડી.સ્ટાફ પીએસઆઇ એ.કે.પરમાર, હેડ કોન્સ્ટેબલ પી.બી.હુણ, પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ મહિપતસિંહ, પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ, ભગતસિંહ ભલાભાઇ, મહીલા પોલીસ કોન્સ્ટેબલ પૂરીબેન સકરાભાઇ સહિતના કર્મચારીઓ જાડાયા હતા. આ કેસની વધુ તપાસ જૂનાગઢ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે. પરમારે હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!