વંથલીનાં ધંધુસર અને બાંટવામાં કોરોના પોઝિટીવ કેસ આવતાં તંત્ર દોડતું થયું

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં પોઝિટીવ કેસોની સ્પિડ વધી હોય તેમ રોજે-રોજ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ દરમ્યાન ગત રાત્રે જૂનાગઢમાં ૧પ વર્ષિય કિશોરી અને ચોરવાડનાં નર્સનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. નવા નાગરવાડા વિસ્તારમાં રહેતાં પોઝિટીવ દર્દીની ૧પ વર્ષિય પુત્રીનો રિપોર્ટ પોઝિટીવ આવેલ છે જ્યારે જૂનાગઢ ખાતે ડેપ્યુટેશન ઉપર આવેલાં ચોરવાડનાં નર્સને પણ કોરોના પોઝિટીવ થયો છે. જયારે વંથલીનાં ધંધુસર ગામનાં ૪પ વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ છે અને જયારે બાંટવાનાં એક ૬૦ વર્ષિય વૃધ્ધનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યા છે. બે નવા કેસો સહિત જૂનાગઢ જીલ્લામાં કોરોના પોઝિટીવની સંખ્યા ૭પએ પહોંચી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!