જૂનાગઢ શહેરમાં અને જીલ્લામાં કોરોનાનાં કેસોનું આક્રમણ ચાલી રહયું છે અને રોજેરોજ નવા નવા કેસોનો વધારો થઈ રહયો છે. લોકોમાં પણ કોરોનાને લઈને ભયની લાગણી જન્મી ચુકી છે. જે વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે ત્યાં કન્ટેઈનમેન્ટ એરીયા અને બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં રોજેરોજ વધી રહેલા કોરોનાનાં કેસોને લઈને જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારીનાં પગલા લેવામાં આવ્યા છે. અને આમ જનતાને પણ વધુને વધુ સાવચેતી જાળવવા અપીલ કરી છે. કોવીડ-૧૯ અંતર્ગત ગઈકાલે સાંજનાં ૬ વાગ્યા સુધીનાં સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં જૂનાગઢ શહેર ૩૬ અને મૃત્યું ૧, ડીસ્ચાર્જ ૧પ અને એકટીવ કેસની સંખ્યા ર૦ દર્શાવી છે. જયારે જૂનાગઢ-૧, ડીસ્ચાર્જ-૧ દર્શાવેલ છે. ભેંસાણમાં ૪ કેસ અને ૪ ડીસ્ચાર્જ એટલે એકટીવ કેસ ૦ દર્શાવેલ છે. જયારે વિસાવદરમાં કુલ ૯ કેસ અત્યાર સુધીનાં, ડીસ્ચાર્જ ૯ અને એકટીવ કેસ ૦ દર્શાવેલ છે. માણાવદરમાં બે કેસની સામે બંને સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. માળીયામાં ૩ કેસમાંથી ર કેસ ડીસ્ચાર્જ થયેલ છે. અને એક એકટીવ કેસ છે. જયારે મેંદરડામાં ૭ કેસમાંથી પાંચ કેસમાં ડીસ્ચાર્જ અને બે એકટીવ કેસ છે. માંગરોળમાં બંને કેસો ડીસ્ચાર્જ થયેલ છે. જયારે કેશોદમાં નવે નવ કેસો ડીસ્ચાર્જ થયેલ છે. જૂનાગઢ જીલ્લામાં કુલ ૭૩ કેસ, ૧નું મૃત્યું, ૪૯ ડીસ્ચાર્જ અને એકટીવ કેસની સંખ્યા ર૩ હતી. દરમ્યાન ગઈકાલે સાંજનાં વધુ એક કેસ કોરોનો પોઝીટીવ આવતાં એકટીવ કેસ ર૪ રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews