રાહુલ ગાંધીએ હવે પોતાની ટેલિગ્રામ ચેનલ શરૂ કરી

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ હવે પોતાની ટેલિગ્રામ ચેનલ શરૂ કરી છે જેનાથી તેઓ સીધા લોકો સાથે વહેલી તકે જાડાઈ શકશે. સુત્રોએ કહ્યું કે સંસદસભ્ય રાહુલ ગાંધીની સતાવાર ચેનલ ટુંક સમયમાં જ ચકાસણી થઈ જશે. તેમની ટેલિગ્રામ ચેનલ સાથે અત્યારે ૩પ૦૦ જેટલા લોકો જાડાયેલા છે. ટેલિગ્રામ ચેનલ એક મેસેજિંગ એપ્લીકેશન છે જ્યાં એડમિનિસ્ટ્રેટર જ સંદેશ, વિચારો પોસ્ટ કરી શકે છે. ચેનલ મોટી સંખ્યામાં જાહેર લોકોને સંદેશા પહોંચાડવાનું સાધન છે. રાહુલ ગાંધી સરકાર અને તેની નિતીઓની ટીકા કરવા માટે હંમેશા ટિ્‌વટર અને ફેસબુક એકાઉન્ટના ઉપયોગથી લોકો સુધી પહોંચે છે અને તેઓ વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કરવા માટે સોશ્યલ મિડીયાનો વધુ ઉપયોગ પણ કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!