Sunday, January 24

જૂનાગઢ મનપાનાં જનરલ બોર્ડમાં વિપક્ષની ભૂમિકા ભાજપે ભજવી

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં ગઈકાલે અનેક પ્રકારનાં દ્રશ્યો સર્જાયા હતા. પ્રજાકીય પ્રશ્ને વિરોધપક્ષ દ્વારા હંગામો મચાવી દેવામાં આવ્યો હતો. ધરણાં સહિતનાં કાર્યક્રમો થયાં હતાં. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનાં જ વરિષ્ઠ કોર્પોરેટરો દ્વારા ભાજપનાં જ સતાધીશો સામે બાંયો ચડાવવામાં આવી હતી અને અનેક પ્રકારનાં આક્ષેપો થયાં હતાં. બોર્ડમાં ઘણાં ખરા ખેલ ગઈકાલે થયાં હતા અને એક તકે તો શાસકપક્ષ ભાજપની સામે જ ભાજપનાં જ સભ્યોએ વિપક્ષની ભુમિકા ભજવી હતી. જનરલ બોર્ડમાં કમિશ્નર જૂનાગઢ શહેરમાં હતાં છતાં બોર્ડમાં હાજર રહયા નહોતા તેવા આક્ષેપ સાથે ભાજપનાં કોર્પોરેટરો દ્વારા પ્રજાકીય પ્રશ્ને અસરકારકતા દાખવવાની પણ માંગણી કરવામાં આવી હતી. જનતા અનેક પ્રશ્નોથી પિડાઈ રહી છે ત્યારે પ્રજાને પણ સાથે જાડી અને જા યોગ્ય કામગીરી કરવામાં આવે તો જ અસરકારકતાં સાબિત થઈ શકે છે. શાસકપક્ષ પ્રજાકીય પ્રશ્ને મુકપ્રેક્ષક બનીને બધો તાલ જાયાં રાખતાં હોય અને પ્રજાનો દ્રોહ કરી રહ્યાં હોવાની ફરીયાદ પણ ઉઠી હતી. જૂનાગઢ શહેરમાં આજે મુખ્ય પ્રશ્ન કોઈને મુંઝવતો હોય તો એ છે કે ભુગર્ભ ગટરનાં પાઈપલાઈન નાંખી અને રસ્તાઓની કામગીરી અને જે ખોદકામ થયેલ છે તે રીપેર કરાતો નથી. ઉપરાંત મનપામાં એમ્બ્યુલન્સ સેવા નથી. ૪ લાખની વસ્તી ધરાવતાં શહેરમાં કોર્પોરેશનની એમ્બ્યુલન્સ આવશ્યક સેવા નિચે આવે છે તે પ્રશ્ને પણ ગલ્લા તલ્લા મનપાનાં અધિકારીએ કર્યા છે તેને લઈને અનેક ફરીયાદો ઉઠી છે. જૂનાગઢ શહેરમાં સારી શાકમાર્કેટનો પ્રશ્ન પણ ઉઠવા પામેલ છે અન્ય શહેરોમાં શાકભાજીની માર્કેટો ખુબ જ સારી કંડીશનમાં હોય છે જ્યારે જૂનાગઢ શહેરમાં સતાવાર માંડવીચોક અંદર એક શાકમાર્કેટ આવેલ છે અને અન્ય વિસ્તારોમાં પણ શાકમાર્કેટ બનાવવી જરૂરી છે. કોરોના જેવા મહામારીમાં માંડવી ચોક જેવી શાકમાર્કેટ સિવાય કયાંય સોશ્યલ ડીસ્ટન્સ જળવાતું નથી. શહેરનાં સમતોલ વિકાસનું ચિત્ર કાગળ ઉપર દર્શાવવામાં આવે છે પરંતુ વિકાસનાં અનેક પ્રશ્નો અભેરાઈ ઉપર ચડાવી દેવામાં આવે છે. મનપાનાં એકથી ૧પ વોર્ડમાં વિકાસ માટેનું એક પણ કાર્ય વ્યવÂસ્થત થયું નથી અને આ બધા કારણોસર જૂનાગઢ શહેરની જનતા લાઈટ, પાણી, રસ્તા, ગટર, આરોગ્ય વિષયક તેમજ વિકાસનાં અન્ય મુદ્દાઓથી પિડાઈ રહી છે. આ પ્રશ્નનો કોઈ ઉકેલ હજુ સુધી આવતો નથી. જનરલ બોર્ડની બેઠક કોર્પોરેશન થયા બાદ અનેકવાર મળી છે. ગેરકાયદેસર ચાલતા મનપાનાં વાહનોની તપાસ કરવાની માંગ ઉઠી છે તે પણ ગમે તેમ દબાવી દેવામાં આવી છે. પ્રજાનાં પ્રશ્ને ધમપછાડાં થતાં હોય છે પરંતુ બોર્ડ પુરૂં થયા બાદ કોઈ પ્રજાકીય પ્રશ્નોના ઉકેલ કે  વિકાસનાં કોઈ કાર્યો અસરકારક રીતે થયાં હોય તેવું જનતાને જાણમાં નથી. દરમ્યાન આધારભુત રીતે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નરને ઘડો લાડવો કરવા માટે ઉચ્ચ નેતાગીરી ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીને મળી અને રજુઆત કરવામાં આવી રહી હોવાનું પણ ચર્ચાઈ છે. મનપાનાં કમિશ્નર દ્વારા લોકડાઉન દરમ્યાન કચરાનાં ઢગલાં હટાવવા માટેની કામગીરી અને તેમાં વપરાતાં પૈસા અને તેનાં બિલોનાં પ્રશ્ને કમિશ્નર શંકાનાં દાયરામાં હોવાની પણ ચર્ચા ઉઠી છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સરકારી જમીન, વોંકળા ઉપર પણ મકાન બનાવી અને વહેંચી નાખવાનાં પ્રશ્ને ભાજપનાં જ ૩૩ જેટલાં કોર્પોરેટરોને નોટીસો અપાઈ છે અને જે પ્રશ્ને ભારે દેકારો મચેલો છે. ભાજપનાં જ આ ૩૩ કોર્પોરેટરોને સરકારમાં તથા કોર્ટમાં હાજર રહેવાનું પણ ફરમાન જારી કરવામાં આવેલ છે. આ ઉપરાંત બાંધકામ મંજુરીના પૈસા ભરવાને બદલે પ્રજા પાસેથી પઠાણી રીતે વેરા વસુલવાની કામગીરી પણ ચાલી રહી છે. પેલા પૈસા ભરી દ્‌યો એવી નીતી હાલ મનપામાં ચાલી રહી છે. પરંતુ તેની સામે બાંધકામ મંજુરી મળ્યા પછી બાંધકામો શરૂ કરાયા છે. પરંતુ બાંધકામ મંજુરીની ફી ભરાઈ નથી. ગેરકાયદેસર બાંધકામો રોકવા કોઈ પગલાં ભરવામાં ન આવતાં હોવાની પણ ચર્ચા છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં જ્યારથી કોર્પોરેશન બન્યું છે ત્યારથી કમિશ્નર અત્યાર સુધીમાં જે કોઈ આવ્યાં તેની સામે સતાધારી પાર્ટીને વાંધા-વચકા અનેક પ્રકારનાં સતત રહ્યાં છે અને એકને એક મુદ્દો જ એટલે કે કમિશ્નરને બદલાવવાની વાત લઈને જ વારેઘડીએ શાસકપક્ષ ગાંધીનગરનાં ધક્કા ખાતો હોય છે. ત્યારે કમિશ્નરની કામગીરીનું મુલ્યાંકન માટે પ્રજાનો અભિપ્રાય પણ લેવો જરૂરી છે. આ તો બાબત એવી થાય કે સામાન્ય રીતે પરિવારમાં જ્યારે પુત્ર મોટો થાય ત્યારે પિતા અને પુત્ર વચ્ચે સામાન્ય બાબતે પણ અવારનવાર ચકમક ઝરતી હોય અને એકબીજાનાં અહંમ ટકારાતા હોય એવી બાબત દર વર્ષે શાસકપક્ષ અને કમિશ્નર વચ્ચે થઈ રહી હોવાનું લોકોમાં સંભળાઈ રહ્યું છે.
મનપામાં કમિશ્નર પદ ઉપર જાજા સમય કોઈ ટકતું નથી. અગાઉ પૂર્વ બે કમિશ્નરો ગેરરીતી બદલ ફસાઈ ચુકયા છે. હવે તો જગદિશન કે રાજીવ ટકરૂ જેવા કમિશ્નરની નિમણુંક થાય તેમ પ્રજા ઈચ્છી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!