જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીને ત્યાં ટિ્‌વન્સ બાળકોનો જન્મ

જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીનાં ઘરે આનંદનો અવસર આવેલ છે તેમનાં ધર્મપત્નીએ ગઈકાલે બે બાળકોને જન્મ આપતાં તેમનાં પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. એક દિકરી અને એક દિકરાનો સાથે જન્મ થતાં પારઘી પરિવારમાં સંપૂર્ણ પરિવારનું સ્વપ્ન પૂર્ણ થયું હુતું. આજે જૂનાગઢ સિવિલ હોસ્પીટલનાં ડીન ડો.એસ.પી.રાઠોડએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૂનાગઢનાં નવયુવાન જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીનાં ધર્મપત્નીએ ગઈકાલે સિવિલ હોસ્પિટલખાતે ટિ્‌વન્સ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક બાળકનો વજન સવા કિલો અને એકનો વજન પોણા બે કિલો છે. આ આનંદનો અવસરને જૂનાગઢ સિવિલ હોસ્પિટલને પણ ગૌરવ અપાવ્યું છે. જૂનાગઢ કલેકટરશ્રીએ સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવા અને કામગીરીને ખુબ જ વખાણી હતી અને સારી કામગીરી બદલ સર્વેને ધન્યવાદ પણ પાઠવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!