માણાવદરનાં બોડકા ગામે રૂ.૩૮પ૦૦ની ચોરી

માણાવદરનાં બોડકા (સ્વામી)નાં ખાતે રહેતાં જયેશભાઈ બાબુભાઈ પરમારે પોલીસમાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનાં ઘરમાં ગત તા.રપ-૬-ર૦ર૦નાં રોજ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઘરનાં તાળા તોડી રૂમની અંદર આવેલ લોખંડનાં કબાટની ચાવી જે સંતાડેલ હોય જે ચાવી શોધી તેના વડે કબાટ ખોલી તેમાં રહેલ રોકડા રૂપિયા ૩૮પ૦૦ની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!