નાગલપુર અને કેવદ્રા ખાતે અપમૃત્યુના બનાવો નોંધાયા

મેંદરડા તાલુકાનાં નાગલપુર ખાતે રહેતાં સંજયભાઈ મોહનભાઈ વાઘેલાને છએક માસથી કામધંધો તથા મજુરીકામ ન મળતા પોતે આર્થીક ભીંસમાં હોય જેથી કંટાળી જતાં તેમણે પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં કેવદ્રા ખાતે રહેતાં કંચનબેન જગદીશભાઈ મણવરે કોઈપણ કારણોસર ઘરે ઝેરી દવાનાં ટીકડા ખાઈ જતાં તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું. આ બંને બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!