માણાવદરથી ભાલચેડા ગામ તરફ ગારીમાંથી ૧૪ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લખમણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માણાવદરનાં બાવાવાડીથી ભાલચેડા ગામ તરફ જતી ગારીમાં દારૂ અંગે રેઈડ પાડતાં આ કામનાં આરોપી અકરમ ઉર્ફે અકુડો યુસુફભાઈ બ્લોચએ પોતાના કબ્જા ભોગવટાવાળા કાળા કલરનાં સ્પ્લેન્ડર પ્લસ રૂ.રપ૦૦૦ની કિંમતનાં મોટરસાયકલમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ-૧૪ રૂ.પ૬૦૦ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩૧૧૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપાઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ દારૂની બોટલો આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે બાલો નાથાભાઈ સેતાએ આપી હોવાનું જણાવતાં પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!