કેશોદ તાલુકાનાં પંચાળા ખાતે જમીન વિવાદ મુદ્દે મારામારી

0

કેશોદ તાલુકાનાં પંચાળા ખાતે રહેતાં ભરતભાઈ ઉર્ફે ભનુભાઈ મેરગભાઈ ઓડેદરાએ પોલીસમાં આ કામનાં આરોપી શાંતીબેન ભીખાભાઈ ઓડેદરા, મિતલબેન ભીખાભાઈ ઓડેદરા, નાગાજણભાઈ સવદાસભાઈ પરમાર, પાંચાભાઈ ખોળાભાઈ કોળી, એક અજાણ્યો ટ્રેકટર ચાલક તેમજ બીજા અજાણ્યા ચાર માણસો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદી તેમજ તેના ભાભી શાંતીબેનને જમીન બાબતે વિવાદ ચાલતો હોય તે સંબંધે ફરીયાદીનાં ખેતરમાં અજાણ્યા ટ્રેકટર ચાલકે ટ્રેકટર લઈને આવતા ફરીયાદીએ તેને ના પાડતાં આ ટ્રેકટર ચાલકે ફરીયાદીને ગાળો આપી ફરીયાદીનાં ભાભી શાંતીબેન તેમજ તેની દિકરી મિતલ અને બાપુજી નાગાજણભાઈ સવદાસભાઈ તેમજ પાંચાભાઈ ખોડાભાઈ અને ચાર અજાણ્યા શખ્સોએ આવી જઈ શાંતીબેનનાં હાથમાનું લાકડું ફરીયાદીનાં માથાના ભાગે મારી દઈ આરોપી નાગાજણ સવદાસભાઈએ તેની પાસેથી તલવાર ફરીયાદીનાં બંને પગનાં નળામાં એકએક ઘા મારી તેમજ મિતલબેનએ તેની પાસેથી લાકડી ફરીયાદીનાં શરીરમાં આડેધડ મારી દઈ અને પાંચાભાઈ ખોડાભાઈએ તેમના હાથમાંનો પાઈપ ફરીયાદીનાં માથામાં મારી દઈ અને અજાણ્યા ચાર શખ્સોએ ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદીને શરીરે નાની-મોટી ઈજાઓ કરી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ બનાવ અંગે સામાપક્ષે પણ પાંચાભાઈ ખોડાભાઈ ચુડાસમાએ પોલીસમાં ભનાભાઈ ઓડેદરા તથા ત્રણ અજાણ્યા માણસો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીએ પોતાના ગામનાં શાંતીબેન ભીખાભાઈ ઓડેદરાનું ભાગીયું રાખેલ હોય અને શાંતીબેનને તેમના દિયર ભનુભાઈ સાથે જમીનનું મનદુઃખ ચાલતું હોય જે બાબતનું મનદુઃખ રાખી શાંતીબેનના ખેતરે ટ્રેકટર ચલાવવા જતા આ કામનો આરોપી ભનાભાઈ ઓડેદરા તેમજ તેની સાથે બીજા ત્રણ અજાણ્યા માણસો આવી ફરીયાદીને ગાળો કાઢી તલવાર વડે માથામાં ઈજા કરી તેમજ શાંતીબેનને લાકડી તથા લોખંડનાં પાઈપ વડે માર મારી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!