વેરાવળમાં ટ્રાન્સપોર્ટના વેપારીને હિસાબના પૈસા બાબતે માથાકુટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ વેરાવળ અને હાલ પુના રહેતા ઇરફાનભાઇ અબ્દુલ ગની ખોખર ગત તા.૧૭ જુનના રોજ બહારકોટ મસ્જીદમાંથી સાંજના સમયે નમાઝ પઢી બહાર નિકળેલ હતા. ત્યારે ઇરફાનભાઇને અલી મહમદ ઇબ્રાહીમ મુજર મળેલ હતા. જેમાં ઇરફાનભાઇના ટ્રાન્સપોર્ટના હિસાબના રૂપિયા નિકળતા હોય તે બાબતે ઉઘરાણી કરતા અલી મહમદભાઇ ઉશ્કેરાઇ ગયેલ હતા અને તેમણે ઇરફાનભાઇને મેંગ્લોર રહેતા ફિરોજ અબ્દુહલ સતાર મુગલની સાથે ઇરફાનભાઇને ફોનમાં વાત કરાવેલ ત્યારે ફીરોજએ કહેલ કે, અમારી પાસે હિસાબના પૈસાની માંગણી કરીશ તો તને જીવતો નહીં રહેવા દઇએ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ અલીમહમદે પણ ઇરફાનભાઇ સાથે ગાળાગાળી કરી મારમારી ધમકી આપી હતી. આ ઉપરોકત વિગતો સાથે ઇરફાનભાઇએ વકીલ દિનેશ બોરીચાંગરને સાથે રાખી વેરાવળ પોલીસમાં ફરીયાદ આપી હતી. જેને લઇ પોલીસે કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews