વેરાવળમાં બે સ્થળેથી ૭ શકુનીઓને ૧૯ હજારની રોકડ સાથે ઝડપી લેવાયા

વેરાવળમાં બે સ્થળોએ જુગાર રમતા ૭ શકુનીઓને રૂ.૧૯,૬૭૦ સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ પ્રભાસપાટણ પોલીસ સ્ટાફે બાતમીના આધારે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ફેઝાન કંપનીની પાછળ તળાવ કાંઠે ખુલ્લામાં લાઇટના અંજવાળે જુગાર રમતા ભાવેશ મુળજી ચાવડા, વિજય કરશન ચુડાસમા, ઉમેશ હરી ચાવડા, પ્રકાશ વજુ ચાવડા, દિનેશ ઉર્ફે પ્રવિણ કરશન ગઢીયાને રોકડા રૂ.૧ર,૩૭૦ સાથે ઝડપી લીધેલ હતા. જયારે બીજો દરોડો ચારા માર્કેટ વિસ્તારમાં પડતર ડેલામાં ખુલ્લામાં જુગાર રમતા સલીમ દાદા ગોહેલ, હુસેન યુસુફ મલેકને રોકડા રૂ.૭,૩૦૦ની સાથે ઝડપી લીધેલ છે. આ બંન્ને જુગારના દરોડામાં ઝડપાયેલા જુગારીઓ સામે જુગારધારા કલમ ૧ર મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!