સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના શખ્સને શંકાના આધારે ક્રાઇમ બાંચે ઝડપી લઇ તેની પાસે રહેલ બાઇક બાબતે પુછપરછ કરતા કોડીનાર અંબુજા સીમેન્ટ કંપનીના પાર્કીગમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા અણઉકેલ ચોરીનો ગુનો ઉકેલાયો હતો. ગીર સોમનાથ જીલ્લા ક્રાઇમ બાંચના પી.આઇ. વી.આર. રાઠોડ, પી.એસ.આઇ. કે.જે. ચૌહાણ સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરી રહેલ હતા. દરમ્યાન બાતમીના આધારે લોઢવા ગામના બીપીન ડાયાભાઇ બાંભણીયાને હિરો કંપનીની સ્પેલન્ડર બાઇક નં. જી.જે. ૧૦ એસ. ૬૬૦૯ કિંમત રૂ. ર૦ હજાર તથા મોબાઇલ નંગ ૧ કિંમત રૂ. પ હજાર અને રોકડા રૂ. ૧પ,૬પ૦ મળી કુલ રૂ. ૪૦,૬પ૦ના મુદામાલ સાથે સી.આર.પી.સી. કલમ ૧૦ર મુજબ કાર્યવાહી કરી પુછપરછ હાથ ધરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews