વિસાવદરનાં લાલપુર ખાતે દારૂ બાબતે ઝઘડો થતાં મિત્રોએ મિત્રનું જ ઢીમ ઢાળી દિધું

0

વિસાવદર તાલુકાનાં લાલપુર ખાતે દારૂ પીવાની ટેવવાળા મિત્રોએ દારૂ બાબતે પોતાનાં મિત્ર સાથે ઝઘડો કરી અને તેની હત્યા કરી નાંખતા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર વિસાવદર તાલુકાનાં લાલપુર ખાતે રહેતાં વજુભાઈ કેશુભાઈ ચાવડાએ પોલીસમાં આ કામનાં આરોપી નાનજીભાઈ બચુભાઈ ડેડાણીયા, વનરાજભાઈ નાનજીભાઈ ડેડાણીયા (રહે.બંને ઘોડાસણ, તા.વિસાવદર) વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં મરણજનાર તથા આરોપીઓ એકબીજાના મિત્રો હોય અને સાથે રખડતા હોય અને દારૂ પીવાની ટેવવાળા હોય દરમ્યાન દારૂ બાબતે ઝઘડો થતા આરોપીઓએ મરણજનારનાં શરીરે લાકડાના ધોકા વડે માર મારી શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ કરી મોત નિપજાવી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે પોલીસે ઈપીકો કલમ ૩૦ર, ૧૧૪, જીપીએકટ ૧૩પ અંતર્ગત વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. દરમ્યાન આ હત્યા કેસનાં એક આરોપી વનરાજભાઈ નાનજીભાઈ ડેડાણીયાને પોલીસે હિરાસતમાં લઈ અને આજનાં કોવિડ મહામારીમાં કોવિડનું ટેસ્ટીંગ કર્યા બાદ તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ બનાવની વધુ તપાસ વિસાવદર પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.જી.ચૌધરી ચલાવી રહ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!