પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસનાં વધતા ભાવનાં મુદે જૂનાગઢમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસનાં ભાવોમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે આ ભાવ વધારાનાં વિરોધમાં જૂનાગઢ શહેરમાં આજે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરનાં ગાંધીચોક ખાતે આજે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતીનાં પ્રમુખ નટુભાઈ પોંકીયા, મહામંત્રી વી.ટી. સીડા તેમજ જૂનાગઢ શહેર જીલ્લાનાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં અને પેટ્રોલ, ડીઝલ, ગેસ તથા વધતી મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!