ચોરીનો ગુનો અટકાવવા બદલ હોમગાર્ડના બે જવાનોનું સન્માન કરાયું

લોકડાઉનની સ્થિતિ વચ્ચે હોમગાર્ડ જવાનો દ્વારા ચોરીના ગુના અટકાવવામાં આવ્યા હતા. જૂનાગઢની નવી સિવિલ હોસ્પિટલ પાસે રહેલી કેબીનોમાં તાળા તોડવાનો પ્રયાસ તસ્કરો દ્વારા કરવામાં આવી રહ્યો હતો તે સમયે સિવિલ હોસ્પિટલની અંદર નાઈટ દરમ્યાન ફરજ ઉપર રહેલા હોમગાર્ડ જવાનોને જાણ થતા તેમણે તસ્કરોને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તસ્કરો હોમગાર્ડ જવાનો ઉપર હુમલો કરી અને ફરાર થઈ ગયા હતા. ચોરીના ગુનાઓ બંને હોમગાર્ડ જવાન દ્વારા અટકાવવામાં આવ્યા તે બદલ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ જયદેવ ગોસાઇ અને સ્ટાફ દ્વારા હોમગાર્ડ જવાન અંજુમ મહેતર અને શાહરૂખ ગફાર બલોચનું સન્માન કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!