જૂનાગઢના ચુનારાવાસમાં જુગાર રમતા ૯ ઝડપાયા

0

જૂનાગઢ શહેરમાં પત્તાપ્રેમીઓ માથે પોલીસની ઘોંસ ચાલી રહી છે. આ દરમ્યાન ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં ચુનારાવાસમાંથી જુગાર રમતા ૯ ને ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદરપ્રતાપ સિંઘ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની સૂચનાને આધારે જૂનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.સોલંકી, મજેવડી પોલીસ ચોકી પીએસઆઇ એન.જી.પરમાર, એએસઆઇ ડી. ડી.ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ નગદાનભાઇ ડાંગર, પ્રશાંત પ્રેમજીભાઇ ચુડાસમા, સુખાદેવસીંહ જીલુભાઇ સિસોદીયા, સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ નગદાનભાઇ ડાંગર અને પ્રશાંત પ્રેમજીભાઇ ચુડાસમાને મળેલ સંયુક્ત બાતમી આધારે જુનાગઢના ચુનારાવાસ પટમાં લીમડાના ઝાડ નીચે રેઇડ કરતા, ૯ આરોપીઓને જુગાર રમતા, રોકડ રૂ.૧૨,૭૪૦, મોબાઇલ ફોન ૪ કીમત રૂ।.૪,૦૦૦ મળી કુલ કિંમત રૂ. ૧૬,૭૪૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ જુગારની રેઇડ દરમ્યાન આરોપીઓ ભરતભાઇ ગોપાલભાઈ બારીયા, ધીરૂભાઈ ભગવાનજીભાઈ ચાવડા, હરીભાઈ બાબુભાઈ બારીયા, મનોજભાઈ કનુભાઈ નવાપરા, કાળુભાઈ જુમાભાઈ નોયડા, વિપુલ હરસુરભાઈ નારોલા, ભાવેશભાઈ કનુભાઈ નવાપરા, હરસુરભાઈ જેસીંગભાઈ નારોલા, રવીભાઈ સુખાભાઈ ચૌહાણ (રહે. તમામ જુનાગઢ)ની ધરપકડ કરી, તમામ આરોપીઓ વિરૂધ્ધ ‘બી’ ડિવીઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ ડી. ડી. ડાંગર દ્વારા સરકાર તરફે ફરીયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો નોંધી, વધુ તપાસ જુનાગઢ શહેર ‘બી’ ડિવીઝનના પીએસઆઈ એન.જી.પરમાર દ્વારા હાથ ધરવામા આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!