જૂનાગઢનાં કડીયાવાડમાં રહેતા ગણપતભાઈ પરમાર તથા ઈલાબેનનાં દિકરા દિપક ગણપતભાઈ (ઉ.વ. ૧૪) પરમાર અને તારક રમેશભાઈ ચાવડા (ઉ.વ. ૧પ) ઘરેથી કોઈને કહયા વગર તા. ર૭-૬-ર૦નાં રોજ ચાલ્યા જતાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘએ સગીર બાળકોનાં ગુમ કે અપહરણ થવાનાં બનાવ અંગે તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના આપતાં નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એ ડીવીઝનનાં ઈન્ચાર્જ પીઆઈ જે.પી. ગોસાઈએ પોલીસ સ્ટાફની ટીમો બનાવી મોબાઈલ ફોનથી કોન્ટેક કરતાં રાજકોટ જુના બસ સ્ટેશન પાસેથી ગલ્લાવાળા ભાઈએ ફોન ઉપાડેલ અને તેઓએ જણાવેલ કે બે છોકરાઓ અહી મોબાઈલ ચાર્જીંગમાં રાખી ગયેલ છે. જેથી રાજકોટ ખાતે થોરડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.એલ. બારસીયાએ બંને છોકરાઓને રાજકોટ ખાતે થોરાડા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ અને જૂનાગઢ લાવી બંને છોકરાઓને તેનાં વાલીઓને સોંપી આપી પોલીસે સરાહનીય કામગીરી કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews