નારસિંહભાઈ પઢીયારની દ્રિતીય પૂણ્યતિથિ નિમિત્તે ૩ જુલાઈનાં રોજ રકતદાન કેમ્પ યોજાશે

0

રાજયનાં પ્રખર રાજનિતીજ્ઞ અને જેમને સોરઠનાં સિંહનું બિરૂદ પ્રાપ્ત થયું હતું એવા કર્મનિષ્ઠ જનસંઘ પછી ભાજપનાં આગેવાન અને કાર્યકરનાં ઘડતરના શિરોમણી નારસિંહભાઈ પઢીયારની આગામી તા. ૩-૭-ર૦ર૦ને શુક્રવારનાં રોજ દ્રિતીય પૂણ્યતિથિ નિમિત્તે જૂનાગઢની સેવાભાવી સંસ્થા સર્વોદય બ્લડ બેંકનાં સાથ સહકારથી સવારે ૧૦ થી ૧ સુધી રેડક્રોસ હોલ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે રકતદાન યજ્ઞ યોજવામાં આવનાર છે. આ વિષે વધુ માહિતી જણાવતાં નારસિંહભાઈ પઢીયારનાં સુપુત્ર અને ભાજપનાં આગેવાન યોગેન્દ્રસિંહ પઢીયારે જણાવેલ કે આ રકતદાન કેમ્પ દરમ્યાન જૂનાગઢ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા તરફથી કોરોના રોગ પ્રતિકારક ક્ષમતાવર્ધક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવશે. તથા ઈમ્યુનિટી વધારવાની હોમીયોપીથીની ગોળીઓ પણ વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. આમ નારસિંહભાઈ પઢીયારનાં પરીવાર, જૂનાગઢ સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ, જૂનાગઢ જીલ્લા પંચાયત આયુર્વેદીક શાખા તથા રેડક્રોસ સોસાયટીનાં સંયુકત ઉપક્રમે યોજાનાર છે. જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા યોગેન્દ્રસિંહ પઢીયારે જાહેર જનતાને અનુરોધ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!