જૂનાગઢ શહેર-જીલ્લામાં કોરોનાનાં કેસોમાં થઈ રહેલો ચિંતાજનક વધારો

0


જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં સતત વધતાં જતાં કેસોનાં કારણે લોકોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાવી ગઈ છે. એક સપ્તાહથી કોરોનાનાં અપડેટ ઉપર નજર કરશું તો પણ માસનાં અંતિમ દિવસોમાં દરરોજનાં બે, પાંચ, સાત સહિત અડધો ડઝન કેસોની સંખ્યા બહાર આવતી હોય છે. જેને લઈને જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેનમેન્ટ ઝોન-બફર ઝોન સહીતનાં વિસ્તારો જાહેર કરવામાં આવતા હોય છે. જૂનાગઢ શહેરમાં કોરોનાનાં કારણે અગાઉ એક મહીલા અને ગત શનીવારે એક પુરૂષ મળી બેનાં મૃત્યુ થયા છે તો બીજી તરફ ગઈકાલે જૂનાગઢ શહેર અને અન્ય વિસ્તારોમાં મળી કુલ આઠ જેટલાં કેસો આવતા ચિંતા પ્રસરી ગઈ છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં સ્થાનિક જીલ્લાનાં કેસો તેમજ બહારથી આવેલાં દર્દીઓની વાત કરીએ તો સૌપ્રથમ તા.૧૧-પ-ર૦ર૦નાં રોજ જૂનાગઢ શહેર જીલ્લાનાં પોઝિટીવ દર્દીઓ કોરોનામાં સપડાયા હતા અને ત્યારબાદ ગઈકાલ તા.ર૮-૬-ર૦ર૦ સુધીમાં સતત કેસોનો વધારો થઈ રહ્યો છે. કોવિડ-૧૯ અંતર્ગત ગઈકાલે સાંજ સુધીનાં એટલે કે છ વાગ્યા સુધીનાં જે આંકડા મળ્યાં છે તે અંતર્ગત જાઈએ તો જૂનાગઢ જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા ૮૩ હતી. રનાં મૃત્યુ થયાં છે, પ૧ કેસો ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે અને એકટિવ કેસની સંખ્યા ૩૦ રહી છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં આવેલાં કોરોના પોઝિટીવ કેસોની વિગત જાઈએ તો જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી શેરીમાં રહેતાં ૬પ વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે શહેરનાં લીમડા ચોકવાળા સૈયદવાડા વિસ્તારમાં આવેલ ગોકુલ પેલેસમાં રહેતી ૩૦ વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એ જ રીતે શહેરનાં માંગનાથ રોડ ઉપર આવેલા પુષ્પક એપાર્ટમેન્ટમાં રહેતા ૩પ વર્ષ પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે જૂનાગઢ જીલ્લાના અન્ય બે કેસની વિગત જાઈએ તો સુરત ખાતે રહેતા અને હાલ મેંદરડા તાલુકાનાં ચિરોડા ગામના ૬૦ વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે ભેંસાણના હડમતીયા ગામના પ૦ વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે રાજકોટ જીલ્લાના જેલસર જેતપુર ગામની ર૩ વર્ષિય યુવતીનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે એક શંકમદ વ્યકિતનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેનો રિપોર્ટ આવ્યે સ્પષ્ટ જાણવા મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!