જૂનાગઢમાંથી ૧ર બોટલ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ જીલુભા ઠારણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે
વાલ્મીકી વાસ પાસેથી દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી હાજર નહીં મળી આવેલ બલુભાઈ મકરાણીએ પાનનાં ગલ્લામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ઈંગ્લીશ દારૂ રોયલ ગ્રીન કલાસીક બ્લેન્ડર વ્હીસ્કી ચપટા નંગ-૧ર રૂ.૧ર૦૦નો મુદ્દામાલ મળી આવતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.
ઈવનગર ખાતેથી દારૂ ઝડપાયો
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ ડી.કે.ગઢવી અને સ્ટાફે ઈવનગર ગામે દારૂ અંગે દરોડો પાડતાં સમીર હરજીવનભાઈ ખાણીયાનાં મકાનમાંથી કુલ ર૧ બોટલ દારૂ રૂ.૮૪૦૦ની કિંમતનો કબ્જે કર્યો હતો. અને રેઈડ દરમ્યાન આરોપી હાજર નહીં મળી આવતાં તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
માણાવદરનાં ઉંટડી ગામનાં પાટીયા નજીકથી ૧ર બોટલ દારૂ ઝડપાયો
માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ નિલેશ મણીશંકરભાઈ અને સ્ટાફે ઉંટડી ગામનાં પાટીયા નજીકથી ગઈકાલે ઈંગ્લીશ દારૂની બોટલ ૧ર, મોબાઈલ નંગ-૧ સાથે હિતેન ઉર્ફે યુવી તરૂણભાઈ રાવલ (ઉ.વ.ર૧)ને ઝડપી લઈ અને રૂ.પ૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!