જૂનાગઢના ચોબારી ગામે જુગાર રમતા ૪ ઝડપાયા

0

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવારની સુચના મુજબ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી. જે. રામાણી અને સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન ચોબારી ગામે જુગારધામ ચાલતું હોવાની મળેલી બાતમીના આધારે રેઈડ કરતાં ચોબારી ગામે પોતાના કબ્જાનાં મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા યુસુફ જુમ્મા હાલા (ગામેતી, ઉ.વ. ૩૮), રફીક ઉમ હાલા (ગામેતી, ઉ.વ. ૩પ), બસીર ઈબ્રાહીમ હાલા (ગામેતી, ઉ.વ. ૩પ) અને વસીમ હનીફભાઈ હાલા (ગામેતી, ઉ.વ. ૩૪, રહે તમામ ચોબારી, જૂનાગઢ)ને રોકડ રૂ. ૧૦,૩૯૦, મોબાઈલ ફોન નંગ-૪ કિંમત રૂ. ૧પ,પ૦૦, મોટરસાઈકલ કિંમત રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૩પ,૮૯૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ તાલુકા પોલીસમાં જુગારધારાની કલમ અંતર્ગત કાર્યવાહી કરેલ છે. ઉપરોકત રેઈડમાં જે.પી. મેતા, ભરતભાઈ ચાવડા, હાર્દિકભાઈ ગાજીપરા, પ્રવિણસિંહ મોરી, રમેશભાઈ શીંગરખીયા, સાગરભાઈ પરમાર જાડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!