મેઘરાજાએ થોડો વિરામ લીધા બાદ સોરઠમાં ફરી વરૂણદેવની એન્ટ્રી થતાં ધરતીપૂત્રો અને લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. સોરઠમાં છેલ્લા બે દિવસથી મેઘાવી માહોલ છવાઈ ગયો છે અને છુટોછવાયો વરસાદ વરસી જતો હોય ધરા પાણીથી ભીંજાતી જઈ રહી છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં પડેલા વરસાદનાં આંકડા ફલડ કન્ટ્રોલ પાસેથી પ્રાપ્ત થયા છે જેમાં કેશોદમાં ૧૯ મીમી, જૂનાગઢમાં ૭ મીમી, ભેંસાણમાં ૮ મીમી, મેંદરડામાં પ મીમી, માણાવદરમાં ર૩ મીમી, વંથલીમાં ૧૮ મીમી અને વિસાવદરમાં ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો. આજે પણ સવારથી જ આકાશમાં વરસાદી વાદળો છવાઈ ગયા છે અને જૂનાગઢ શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. કેશોદ, મેંદરડામાં પણ છુટાછવાયા ઝાપટાં વરસ્યાનાં અહેવાલ છે. આમ, જૂનાગઢ જિલ્લામાં અડધોથી એક ઈંચ વરસાદ પડી ગયો છે અને આકાશ હજુ પણ વરસાદી વાદળોથી ગોરંભાયેલું હોય સારો વરસાદ પડે એવી સંભાવના છે. જુલાઈ માસમાં ભરપૂર વરસાદ પડવાની જયોતિષીઓ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જુલાઈ માસમાં ભરપૂર વરસાદ પડે તેવી શકયતા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews