જૂનાગઢમાં કોરોનાનાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં મૃત્યુઆંકની સંખ્યા ત્રણે પહોંચી

0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં કોરોનાનાં કેસોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાં કેસમાં સપડાયેલાં દર્દીઓનાં મૃત્યુના બનાવ પણ બન્યાં છે. જૂનાગઢમાં કોરોના કેસમાં સૌપ્રથમ એક મહિલાનું તા.૧-૬-ર૦ર૦નાં રોજ મૃત્યુ થયું હતું અને ત્યારબાદ ર૭-૬નાં તેમજ ગઈકાલે ર૯-૬નાં રોજ વધુ બે દર્દીઓનાં મૃત્યુ થયાં છે ત્યારે જૂનાગઢ જીલ્લામાં કોરોના કેસમાં મૃત્યુ આંક ત્રણે પહોંચ્યો છે. જૂનાગઢમાં ગઈકાલે વધુ એક કોરોના પોઝિટીવ દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે જૂનાગઢમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીની સંખ્યામાં ૩ એ પહોંચી છે.એક જુનનાં રોજ જૂનાગઢ જિલ્લાનાં ૫૪ વર્ષીય મહિલા દર્દીનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. જૂનાગઢ જિલ્લામાં કોરોનાથી થયેલું આ પ્રથમ મોત હતું. ત્યારબાદ ૨૭ જુનનાં રોજ ૫૧ વર્ષીય પુરૂષનું જૂનાગઢ સિવીલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. દરમ્યાન સોમવારે કોરોના મહામારીએ વધુ એકનો ભોગ લીધો છે. ૨૬ જુનનાં રોજ શહેરનાં દાણાપીઠ વિસ્તારની મહાલક્ષ્મી સ્ટ્રીટમાં રહેતા ૬૨ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેને સારવાર અર્થે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સોમવાર ૨૯ જુનનાં રોજ તેમનું કોરોનાથી મોત થયું છે. આમ, માત્ર ચાર દિવસની ટુંકી સારવારમાં ૬૨ વર્ષીય આધેડે અંતિમ શ્વાસ લીધા છે. દરમ્યાન વધુ ૨ કેસ સાથે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા અન્ય જિલ્લાના કોરોના પોઝિટીવ કેસની સંખ્યા ૧૫ એ પહોંચી છે. અત્યાર સુધીમાં અન્ય જિલ્લાના ૧૩ કેસ નોંધાયા હતા. જોકે, રવિવારે મોડી રાત્રિના વધુ ૨ કેસ નોંધાયા હતા. આ ૨ કેસમાં મૂળ પાટણ જિલ્લાના સમી ગામના રહેવાસી અને હાલ જૂનાગઢ ખાતે રહેતા ૬૭ વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે મૂળ સુરતના રહેવાસી અને હાલ મેંદરડાના માનપુરમાં રહેતા ૪૦ વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૮૩ કેસ નોંધાયા છે જેમાંથી ૩ ના મોત થયા છે. જ્યારે ૫૧ દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હવે ૨૯ એક્ટિવ કેસ રહ્યા છે જેમાંથી ૨૨ કેસ માત્ર જૂનાગઢ સિટીના છે.

error: Content is protected !!