જૂનાગઢમાં જીઆઈડીસી-રમાં પૂર્વ પ્રેમી દ્વારા ખુની ખેલ ખેલાયો : છરીનાં ઉપરા છાપરી ઘા ઝીંકી યુવતીની હત્યા

0

જૂનાગઢ શહેરમાં જીઆઈડીસી-રમાં ગઈકાલે એક યુવતી શાકભાજીની ખરીદી કરી રહી હતી તે દરમ્યાન અચાનક મોટરસાયકલ ઉપર ઘસી આવેલા યુવાને આ યુવતી ઉપર આડેધડ છરીનાં ઘા ઝીકીં તેને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર જાગી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં દોલતપરા પોલીસચોકીનાં પીએસઆઈ વી.આર.ચાવડા અને સ્ટાફ બનાવનાં સ્થળે દોડી આવેલ અને આરોપીની અટક કરી અને તેનાં વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં ગઈકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં જીઆઇડીસી-૨ માં એક પરણીત યુવતી શાક લેવા માટે નીકળી હતી અને દુકાનેથી ખરીદી રહી હતી તે વખતે તેનો પૂર્વ પ્રેમી ત્યાં ધસી આવ્યો હતો અને તેને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા આ યુવતીને ગંભીર ઈજા પહોંચાડી હતી. દરમ્યાન દુકાનદારે હુમલો ન કરવા જણાવતાં તેની પાસે જઈ પૂર્વ પ્રેમીકા ઉપર ખૂની હુમલો કરવા તેને દૂર ધકકો મારી ખસેડયો હતો. પરંતુ તેનેય ધક્કો મારી ફરી પાછા પરણિત યુવતિને છરીના ઘા ઝીંકી દીધા હતાં અને આ ઘા જીવલેણ નિવડતાં યુવતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવ બાદ આરોપી ઘટનાસ્થળેજ બેઠો રહ્યો હતો અને વેપારીને કહ્યું હતું કે, પોલીસને ફોન કરો, દરમ્યાન આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં દોલતપરા પોલીસ ચોકીનાં પીએસઆઈ વી.આર.ચાવડા બનાવનાં સ્થળે પહોંચી ગયા હતા અને તપાસની કામગીરી હાથ ધરી હતી. યુવતીને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીની પણ ધરપકડ કરી તેનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ જીઆઇડીસી (બે) માં રહેતી ભાવનાબેન સોનુ ગોસ્વામી (ઉ.વ. ૨૯) નામની પરણિતા ગઈકાલે સાંજે ચાર વાગ્યાના અરસામાં ઘર નજીકજ આવેલી બકુલભાઇ ચંદુભાઇ ફલિયાની દુકાને શાક લેવા ગઇ હતી. એ વખતે તેનો પૂર્વ પ્રેમી સંજય પ્રવિણ ગોસ્વામી (રે. લાઠી) બાઇક ઉપર ધસી આવ્યો હતો અને તેને પેટમાં, ગળામાં અને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ સંજય ગોસ્વામી ત્યાંજ ઓટલે બેસી ગયો હતો. અને વેપારીને કહ્યું હતું કે, પોલીસને ફોન કરો. પોલીસ આવતાંજ તેણે પોતાની પાસેથી છરી અને પોતાને એ ડિવીઝનનાં પીએસઆઇ વી. આર. ચાવડાને હવાલે કરી દેતાં પોલીસે તેની અટક કરી હતી. બનાવ વખતે દુકાનદાર બકુલભાઇ ફલીયા વચ્ચે પડયા હતા. અને સંજયને પકડીને દૂર લઇ જતાં સંજયે તેમને ધક્કો મારી ફરી ભાવનાબેન ઉપર તૂટી પડ્‌યો હતો. વિશેષમાં મળતી વિગત અનુસાર ભાવનાબેનના પ્રથમ લગ્ન ધારીમાં થયા હતા. જેનાથી તેને પુત્ર જસ્મીન અને બે પુત્રીઓ મહેક અને તનીષા એમ ૩ સંતાનો થયા હતા. પણ પ્રથમ પતિથી છૂટાછેડા લીધા બાદ તે બગસરામાં ત્રણેય સંતાનો સાથે રહેતી હતી. ત્યારે તેને જૂનાગઢ જીઆઇડીસી-૨ માં કામ કરતા મૂળ કાનપુરના સોનુ ગોસ્વામી સાથે પ્રેમ થઇ જતાં બંનેએ ૯ માસ પહેલાં રજીસ્ટર્ડ મેરેજ કર્યા હતા.  દરમ્યાન ૭ વર્ષથી સંજય અને ભાવના પણ પ્રેમમાં હતા. આથી સંજય ગોસ્વામીને લાગી આવ્યું હતું. સંજય ગોસ્વામી પોતાને હેરાન કરે છે એવું ભાવના ગોસ્વામીએ પોતાને કહ્યાનું તેના હાલના પતિ સોનુ ગોસ્વામીએ જણાવ્યું હતું. જોકે, આજે પોતે તેને પહેલીજ વાર આરોપીને જોયો હતો તેમ જણાવ્યું હતું. દરમ્યાન ગઈકાલે બનેલા હત્યાનાં બનાવ અંગે બગસરા ગોકુળપરા જૂના બાલમંદિર પાસે રહેતાં અને સાઈકલ રિપેરીંગ તથા પંચરની કેબીન ધરાવતાં ભરતભાઈ ભોવાનભાઈ શેખ (તળપદા-કોળી)એ પોતાની બહેન ભાવનાબેન (ઉ.વ.૩ર) લાઠી સાસરે હોય અને ત્યાં સંજય પ્રવિણભાઈ ગોસ્વામી (બાવાજી, રહે.લાઠી)વાળો તેને અવારનવાર હેરાન કરી અને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હોય અને તેનાથી કંટાળી અને ફરીયાદીની બહેન ભાવનાબેને સોનુ શિવપ્રસાદ ગોસ્વામી (રહે.યુપી)વાળા સાથે મૈત્રીકરાર કરી જૂનાગઢ આવતાં રહ્યાં હતા અને તેનો ખાર રાખી આરોપી સંજય પ્રવિણભાઈ ગોસ્વામીએ ભાવનાબેન શાકભાજી લેવા માટે દુકાને ગયેલ હોય તે વખતે તેની ઉપર છરીનાં જીવલેણ ઘા કરી અને મોત નિપજાવ્યાં અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૦ર, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ જે.પી.ગોસાઈ ચલાવી રહ્યાં છે.

સરાજાહેર હત્યા કરનાર આરોપીએ કહ્યું કે હું ભાગી નહીં જાવ, તમે પોલીસને ફોન કરો !
જૂનાગઢ શહેરમાં જીઆઈડીસી-ર વિસ્તારમાં ગઈકાલે ભાવનાબેન સોનુ ગોસ્વામી નામની યુવતી શાકભાજીની ખરીદી કરી રહી હતી તે દરમ્યાન અચાનક ઘસી આવેલાં સંજય પ્રવિણ ગોસ્વામીએ તેના ઉપર છરી વડે હુમલો કરેલ જે દરમ્યાન દુકાનદારે તેને દુર કરેલ તેમ છતાં બીજી વાર એટેક કરતાં ભાવનાબેન ગોસ્વામીનું મૃત્યુ થયું હતું. હત્યા કર્યા બાદ આરોપી હાથમાં ખુલ્લી છરી રાખી ત્યાં જ બેઠો હતો અને જણાવ્યું હતું કે તમે પોલીસને ફોન કરો, હું ભાગી નથી જવાનો આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસને જાણ થતાં ત્યાંથી દોલતપરા પોલીસ ચોકીનાં પીઆઈ વી.આર.ચાવડા, ડી સ્ટાફ અને પોલીસની જુદી-જુદી ટીમ બનાવનાં સ્થળે દોડી ગઈ હતી અને ઘટનાસ્થળે પહોંચી આરોપીને પોલીસવાનમાં બેસાડી અને હિરાસતમાં લેવામાં આવેલ છે. આરોપીનાં કોવિડ-૧૯ અંતર્ગત ટેસ્ટ થયા બાદ તેની વિધિવત ધરપકડ કરી અને પુછપરછ હાથ ધરવામાં આવશે. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દરસિંગ પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડીવાયએસપી ડામોરનાં માર્ગદર્શન હેઠળ આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.પી.ગોસાઈ ચલાવી રહ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!