વેરાવળમાં ડોકયુમેન્ટ બાબતે બે પરીવારો વચ્ચે મારામારી થઇ

0

વેરાવળમાં સાંઇબાબા મંદિર પાછળ ગોકુલનગરમાં રહેતા મનોજ ટેકચંદભાઇ સેવકાણી તથા સુરેશ ખેમચંદભાઇ સેવકાણીના પરીવારો વચ્ચે ડોકયુમેન્ટ બાબતે મારામારી સર્જાયેલ હતી. આ મારામારીના બનાવ અંગે મનોજભાઇ સેવકાણીએ ફરીયાદમાં જણાવેલ કે, તેની પત્ની નિરાલીબેન સાથે મોટર સાયકલમાં જઇ રહેલ તે વખતે ડારી રોડ ઉપર જય અંબે સોડા સેન્ટર નામની દુકાન ધરાવતા મારા બાપુજી તથા કાકાએ તમારા ડોકયુમેન્ટ અમારી પાસે છે તે તમને આપવા નથી તમારાથી થાય તે કરી લો તેમ કહી ટેકચંદ સેવકાણી, સુરેશ સેવકાણી, વિજય સેવકાણી, પ્રકાશ સેવકાણી, સંદીપ સેવકાણી સહીતનાએ માર મારેલ હોવાનું જણાવેલ હતું. જયારે સામે પક્ષે સુરેશ સેવકાણીએ ફરીયાદમાં જણાવેલ કે, મનોજ તથા તેની પત્ની નીરાલીબેન મોટર સાયકલમાં દુકાને આવી અમારા ડોકયુમેન્ટ સંતાડી દીધેલ છે તે અમોને કેમ આપતા નથી તેમ કહી મનોજ ટેકચંદ, નીરાલીબેન મનોજભાઇ, ધનવંતીબેન ટેકચંદ, જીલ હીતેષભાઇ સહીતનાએ બીભત્સ શબ્દો બોલી માર મારેલ હોવાનું ફરીયાદમાં નોંધાવેલ છે. પોલીસે બંન્ને પક્ષની ફરીયાદોના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ. રાજાભાઇ ચોપડાએ હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!