જૂનાગઢમાં માર મારી મોબાઈલની લુંટ કરતાં ફરીયાદ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ મહેશનગર પાછળ નવરંગપાર્ક સોસાયટીમાં રહેતા મયંકભાઈ મુકેશભાઈ પંડ્યાએ પોલીસમાં આ કામનાં આરોપી બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદી સાથે મોટરસાયકલ અથડાવવાનો ખોટો આરોપ નાખી નુકશાની બાબતે બોલાચાલી કરી ગાળો કાઢી ફરીયાદીને ઝાપટ તથા નાકમાં મુકો મારી ઈજા કરી ફરીયાદીનો સેમસંગ ગેલેકસી મોબાઈલ રૂ.૧૮ હજાર તથા રેઈનકોટ રૂ.પ૦૦ની લુંટ ચલાવતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટીંબાવાડીમાંથી સગીરાનું અપહરણ ટીંબાવાડીમાં એક પરીવારે તેમની દિકરીનું અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયા અંગેની પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!