વિસાવદર તાલુકાનાં રોણીયાનેશ ખાતે રહેતાં ગોગનભાઈ માંડણભાઈ ટાપરીયાએ પોલીસમાં આ કામનાં આરોપી વનાભાઈ મામૈયાભાઈ દરબાર, સામતભાઈ વાતસુરભાઈ ટાપરીયા, રાજાભાઈ વાતસુરભાઈ ટાપરીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા સાહેદો ગોરવવાળા નેશ ખાતે ભેંસોનો વાડો કરતા હોય જે વાત આ કામનાં આરોપીઓને પસંદ ન હોય અને આ બાબતે ફરીયાદી તથા સાહેદો સાથે અગાઉ અવારનવાર બોલાચાલી પણ કરેલ હોય અને ફરીયાદી તથા સાહેદો ગોરળવાળા નેશ ખાતે ભેંસોનો વાડો કરવા જતા હોય ત્યારે જાંબુડી ગામની સીમનાં રસ્તામાં આ કામનાં આરોપીઓએ મોટરસાયકલમાં આવી ફરીયાદી તથા સાહેદોને કુહાડી તથા લોખંડના પાઈપ વડે શરીરે માર મારી માથામાં તથા હાથમાં તથા શરીરે ઈજાઓ કરી ફરીયાદી તથા સાહેદો અનુજાતિનાં હોવાનું જાણવા હોવા છતાં ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
છે. જ્યારે આ બનાવ અંગે સામાપક્ષે પણ સામતભાઈ વાતસુરભાઈ ટાપરીયાએ ગોગનભાઈ માંડણભાઈ ટાપરીયા, પાલાભાઈ માંડણભાઈ ટાપરીયા, વિજસુરભાઈ માંડણભાઈ ટાપરીયા, માણસુરભાઈ માંડણભાઈ ટાપરીયા, સામતભાઈ માંડણભાઈ ટાપરીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે આ કામનાં ફરીયાદી તથા સાહેદો ગોરવવાળા નેશ ખાતે રહેતા હોય જ્યાં આ કામનાં આરોપીઓએ ભેંસોનો વાડો કરતા હોય જે બાબતે ફરીયાદી તથા સાહેદોએ આરોપીઓને ના પાડતાં આરોપીઓએ ઉશ્કેરાઈ ગયેલ અને ફરીયાદી તથા સાહેદો દુધ દેવા જતા હોય ત્યાં રસ્તામાં રોકી આ કામનાં આરોપીઓએ કુહાડી તથા લાકડીઓ જેવા ઘાતક હથિયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી બે મોટરસાયકલમાં આવી ફરીયાદી તથા સાહેદોને કુહાડી તથા લાકડીઓ વડે માર મારી ઈજાઓ કરતાં પોલીસે આ બનાવ અંગે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews