વેરાવળ : રૂટમાર્કનું કલર કામ કરી રહેલ મજુરનું ટ્રેકટર ચાલકે હડફેટે લઇ મોત નિપજાવ્યું

0

વેરાવળ તાલુકાના ઇણાંજ-ઉમરાળા રોડ ઉપર રૂટમાર્કના ખાંભાના કલર કામ કરી રહેલ મજૂરને ટ્રેકટર ચાલકે હડફેટે લેતા સ્થળ ઉપર તેનું મૃત્યું નીપજતા ગમગીની પ્રસરી હતી. આ અકસ્માતની પ્રાપ્ત માહિતી મુજબ માળીયાહાટીના તાલુકાના જશાપર ગામે રહેતા નરસિંહ લાખાભાઇ બાંભણીયા તથા અન્ય માણસો વેરાવળ તાલુકાના ઇણાજ -ઉમરાળા ગામના રોડ ઉપર રૂટ માર્કના ખાંભામાં કલરકામ કરી રહેલ તે સમયે ટ્રેકટર નં. જી.જે. ૩ર બી. ૧૭૪૭ ના ચાલકે બેફીકરાઇથી ચલાવી કામ કરી રહેલ નરસીંહ બાંભીયાણાને હડફેટે લેતા ગંભીર ઇજાઓ થવાથી નરસિંહ બાંભણીયાનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યુ મૃત્યું નીપજેલ હતું. આ અકસ્માત અંગે મૃતકના કાકા વલ્લભભાઇ વેલજીભાઇ બાંભણીયાએ ટ્રેકટર ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. ભીંગરાડીયાએ હાથ ધરી છે.
વેરાવળમાં ઘરની બહાર પાર્ક કરાયેલ હોન્ડા ચોરાયું વેરાવળમાં લોહાણા બોર્ડીગની સામે શિવમ બંગલોમાં રહેતા એડવોકેટ રાજભાઇ સંજયભાઇ તન્નાએ પોતાનું હીરો સ્પેલન્ડર મોટર સાયકલ નં. જી.જે. ૧૧ એ.એમ. ૦૧૭ર કીં. રૂ.૩પ હજારનું તા.ર૯ જુનનાં રાત્રીના ઘરની બહાર પાર્ક કરેલ જે મોટર સાયકલ કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા મહિલા એ.એસ.આઇ. લક્ષ્મીબેન મોરીએ તપાસ હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!