સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી દ્વારા ‘વ્યકિતત્વ વિકાસ ઉપર વ્યાખ્યાન યોજાયું’

વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી દ્વારા તા.૨૮ જુનનાં રોજ “સંસ્કૃત સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ” વિષય ઉપર વ્યાખ્યાન માળામાં છઠ્ઠું વ્યાખ્યાન યોજાયેલ હતું. આ વ્યાખ્યાનના મુખ્ય વક્તા ડો. કૃણાલ જોષીએ “પુરાણ સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ” વિષય ઉપર વ્યાખ્યાન આપેલ હતું. પુરાણોમાં રહેલી વિવિધ કથાઓના ઉલ્લેખ સાથે એમણે પ્રહલાદ વગેરે ભક્તોના ઉદાહરણ આપીને પુરાણ સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ ઘડતર થાય તે વિષે વાત કરી હતી. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ, તમામ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ આ વ્યાખ્યાનનો લાભ મેળવ્યો હતો. આ વ્યાખ્યાનનું જીવંત પ્રસારણ યુનિવર્સીટીનાં ફેસબુક પેજ ઉપર કરવામાં આવેલ જેમાં પણ અનેક લોકો જોડાયા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!