વેરાવળ-સુત્રાપાડામાં દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો

0

ઘણા દિવસોના અસહય બફારા બાદ મેઘરાજાએ ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકા ઉપર મુકામ કરી કડાકા ભડાકા સાથે સાર્વત્રીક એક થી બે ઇંચ જેટલો વરસાદ વરસાવી દેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગીર સોમનાથ જીલ્લાનાં વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ગીરગઢડા અને ઉના તાલુકામાં મેઘરાજા સાંતાકુકડી રમતા હોય તેમ ઝરમર વરસાદ વરસાવી રહયા હતા. તો બીજી તરફ ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા અઠવાડીયાથી અસહય પડી રહેલ ગરમીના કારણે લોકો અકળાય ઉઠયા હતા. તો જુનની મધ્ય પડેલ થોડા એવા વરસાદના કારણે ચોમાસુ પાકની વાવણી કરનાર ખેડુતો પણ કાગડોળે વરસાદની રાહ જોઇ રહયા હતા. દરમ્યાન ગઈકાલે વહેલી સવારથી ગીર સોમનાથ જીલ્લા છ તાલુકાના આકાશમાં કાળા ડીંબાગ વાદળોએ જમાવટ કરી મેઘગર્જના સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ ધીમી ઘારે હેત વરસાવવાનું શરૂ કરેલ હતું. મેઘસવારી શરૂ થયા બાદ ગીર સોમનાથ જીલ્લાનાં મથક વેરાવળ અને સુત્રાપાડામાં ગઈકાલે સવારે ૯ થી ૧૦.૩૦ સુધીમાં અનરાધાર બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ત્યારબાદ ધીમેધીમે ગીર સોમનાથ જીલ્લાનાં અન્ય તાલાલા, ગીરગઢડા, ઉના અને કોડીનાર તાલુકામાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. આમ ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં સાર્વત્રીક એકથી બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગઈકાલે સવારે છ થી સાંજે
છ વાગ્યા સુધીમાં વેરાવળમાં ૫૭ મી.મી., સુત્રાપાડામાં
૪૪ મી.મી., તાલાલામાં
૨૩ મી.મી., ગીરગઢડામાં
૪૨ મી.મી., કોડીનારમાં
૧૯ મી.મી., ઉનામાં ૨૦ મી.મી. વરસાદ વરસ્યો. હતો. ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળ-સોમનાથમાં દોઢ કલાકમાં પડેલ બે ઇંચ વરસાદથી માર્ગો અને શેરીઓમાં નદીઓ વહેવા લાગી હતી. તો અમુક વિસ્તારો અને જાહેરમાર્ગો ઉપર ગટરો ઉભરાઇ જતા વરસાદી પાણી સાથે ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી વહેવા લાગતા ચાલીને નિકળેલા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બે ઇંચ જેટલા વરસાદે જ નગરપાલીકાની પ્રીમોન્સુનની કામગીરીની પોલ ખોલી નાંખી હોય તેવા દ્રશ્યો વેરાવળ શહેરમાં ઠેર-ઠેર જોવા મળતા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!