ખંભાળિયા તાલુકાના જુના વિરમદડ ગામે ગઈકાલે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ દરમ્યાન બપોરે આશરે દોઢેક વાગ્યે વિરમદડ ગામની સીમ વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારનાં સભ્યો જમીને બેઠા હતા ત્યારે આ સ્થળે એકાએક જોરદાર આકાશી વીજળી ત્રાટકી હતી. આ સ્થળે ધડાકાભેર વિજળી પડતા પાબીબેન સગાભાઈ ડાંગર નામના ૩૫ વર્ષના પરણિત મહિલા તથા તેમની સાથે રહેલા તેમના ભત્રીજી કોમલબેન કરશનભાઈ ડાંગર નામની ૨૦ વર્ષની યુવતીનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આટલું જ નહીં તેમની સાથે રહેલા મંજુબેન ખીમાણંદભાઈ ડાંગર (ઉ.વ. આ. ૩૦) તથા કંચનબેન કરશનભાઈ ડાંગર (ઉ.વ. ૨૦) ઉપર પણ વીજળી પડતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews