સ્કુલ ફી વસુલવા માટે શાળા સંચાલકોએ શરૂ કરેલ ઓનલાઇન શિક્ષણ પ્રથા બંધ કરાવવા માંગણી

દેશમાં લોકડાઉનની આડમાં બંધ રહેલ સ્કુલો દ્વારા ફી ઉઘરાવવાના મનસુબા સાથે ઓનલાઇન શિક્ષણ સાથે હોમવર્ક આપવાની શરૂ થયેલ પ્રથા તાત્કાલીક બંધ કરાવવા અને જયારથી લોકડાઉન શરૂ થયેલ ત્યારથી લઇને જયાં સુધી શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધીની સંપુર્ણ સ્કુલ ફી માફ કરી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાહત આપવા વેરાવળના સીનીયર સીટીઝને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી માંગણી કરી છે. વેરાવળના સીનીયર સીટીઝન મણીભાઇ ડાંગોદરાએ લખેલ પત્રમાં જણાવેલ કે, લોકડાઉનના સમયગાળા દરમ્યાન સરકાર દ્વારા ઘણીબઘી વાતો કરીને બણગાં ફુંકયા છે. જેમ કે કોઇપણ નોકરીયાતનો પગાર કાપવો નહીં, વીજબીલમાં ફીકસચાર્જ નહીં લઇ રાહત અપાશે, સ્કુલ ફી શાળા સંચાલકોએ લેવાની નથી આવી અનેક વાતો થઇ પરંતુ આમાંથી એકપણ વાતની અમલવારી થઇ નથી. એવા સમયે શાળા સંચાલકોએે સ્કુલ ફી વસુલ કરવા માટે બાળકોને ઓનલાઇન શિક્ષણ અને હોમવર્ક આપવાનું શરૂ કર્યુ છે. જે વ્યાજબી નથી કારણ કે સ્કુલમાં અભ્યાસ કરતા દરેક બાળક પાસે ઓનલાઇન ભણી શકાય તેવા સ્માર્ટ ફોન હોતા નથી તો અમુક વાલીઓ પાસે સાદા ફોન પણ હોતા નથી. ગરીબ-મધ્યમ વર્ગના વાલીઓ આવા સ્માર્ટ ફોન કઇ રીતે વસાવી શકે ? સરકારે આ બાબતે વિચાર કર્યો છે ? લોકડાઉનના કારણે રોજગારી મેળવવા ટળવળતા લોકોની આવક મર્યાદીત થઇ હોવાથી ઘરખર્ચ કેમ કાઢવો તેની ઉપાધિમાંથી બહાર આવી શકતા નથી. ત્યારે આવા મોંઘા સ્માર્ટ ફોન કેમ ખરીદી શકે ? આર્થીક રીતે પછાત પરીવારના બાળકોએ તો ઓનલાઇન શિક્ષણની કલ્પના કરવી પણ અશકય છે. દેશમાં કેટલા ઘરોમાં ઓનલાઇન શિક્ષણ માટે પાયાની સુવિધા છે કે નહીં ? તેની તપાસ કર્યા વગર ફરમાન બહાર પાડવું તે અણઘડ વહીવટની પ્રતિતિ કરાવે છે. ઓનલાઇન શિક્ષણ થકી બાળકોની આંખોને નુકશાન થતું હોવાનું હાઇકોર્ટે ટાંકતા સરકારને ઓનલાઇન અભ્યાસ ઉપર નિયત્રંણ રાખવા જણાવેલ છે. આવી પરિસ્થિતિ વચ્ચે તાજેતરમાં ઓનલાઇન અભ્યાસથી કંટાળી રાજકોટની બે માસુમે આપઘાત કરી લીધાની ઘટના બાદ પણ એસી કચેરીમાં બેસેલા તંત્રવાહકોની આંખો ખુલી નથી. જેથી ઓનલાઇન શિક્ષણ પધ્ધતિ બંધ કરવી જરૂરી છે. વધુમાં દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારનોની સંખ્યા અને વર્તમાન આર્થીક સ્થિતિને ધ્યાને લઇ લોકડાઉન શરૂ થયેલ ત્યારથી લઇ જયાં સુધી શાળાઓ ખુલે નહીં ત્યાં સુધીની સ્કુલ ફી માફ કરવાનો આદેશ કરવા લાગણી અને માંગણી છે. દેશમાં ઓનલાઇન શિક્ષણ શકય છે ? તે બાબતે જુદા-જુદા તંત્રી લેખો, હાઇકોર્ટનું અવલોકન સહિતના લેખોને ધ્યાને રાખી ઓનલાઇન શિક્ષણ બંધ કરવા જરૂરી નિર્ણય જાહેર કરવા માંગણી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!