જૂનાગઢ તા.ર૮ જૂનાગઢની મસ્જીદે રઝામાં સુન્નીઓનાં સર્વોચ્ચ વડા વારીસે ઉલુમે આ’લા હઝરત જાનશીને હુઝુર સરકાર મુફતીએ આઝમે હિન્દ હુઝુર તાજુશ્શરીયાહ હઝરત અલ્લામાં મુફતી મોહંમદ અખ્તર રઝાખાન સાહેબ અઝહરીમીયાં અલયહીર્રહમાંનો બીજા વાર્ષિક ઉર્ષ શરીફ શાનો શોકતથી મનાવવામાં આવેલ જેમાં સવારે ૯ઃ૦૦ વાગ્યાથી ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ દ્વારા સંચાલીત નૂરી કલીનીકમાં હિજાનાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જૂનાગઢ તેમજ આસપાસનાં લોકોએ આ હિજાનાં કેમ્પનો લાભ લીધો હતો. ત્યારબાદ સાંજે મગરીબની નમાઝ પહેલા મર્કઝે એહલે સુન્નત મસ્જીદે રઝાનાં ખતીબ હઝરત હાફીઝ કારી મોહંમદ સાબીરૂલ કાદરી રઝવી અમુદીએ સુરએ યાસીન શરીફની તિલાવત કરી હતી. ત્યારબાદ મગરીબની નમાઝ અદા કરવામાં આવેલ મગરીબની નમાઝ બાદ શેહઝાદએ ખલીફએ હુઝુર મુફતીએ આઝમે હિન્દ પીરે તરીકત હુઝુર ગુલઝારે મિલ્લત હઝરત અલ્લામાં ગુલઝાર અહમદ નૂરીએ ખત્મ શરીફ, હલ્કેએ ઝિક્ર, શજરએ મુબારીકા બાદ હુઝુર તાજુશ્શરીઆની હયાતે ઝિંદગી તથા આપની ઈલ્મી શખ્સીયત ઉપર ખિતાબ ફરમાવેલ જેમાં જણાવેલ કે હુઝુર તાજુશ્શરીઆહ હઝરત મુફતી મોહંમદ અખ્તર રઝાખાન સાહેબને સો પ્રથમ જૂનાગઢની ધરતી ઉપરથી મખ્દુમે સોરાષ્ટ્ર ખલીફએ હુઝુર મુફતીએ આઝમે હિન્દ હઝરત ઐતિહાસીક જલ્સામાં ઓલમા તથા મશાએખીનની હાજરીમાં તાજુલ ઈસ્લામનો ખિતાબ અર્પણ કરવામાં આવેલ હતો. સલાતો સલામ બાદ હુઝુર ગુલઝારે મિલ્લતની રીકકત અંગેઝ દુઆ ઉપર જલ્સો પૂર્ણ થયેલ. આ જલ્સામાં મુરીદો તથા અકીદતમંદોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી તેમ ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ-જૂનાગઢની યાદીમાં જણાવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews