વડાળા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં જુગાર રમતાં ૧પ ઝડપાયા : રૂ.૩.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

0

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજીપી મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ વધતા જતા દારૂ-જુગારનાં ગુન્હાઓ બનતા અટકાવવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત સાયબર પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ કે.કે.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેકટર પી.જે.રામાણી તથા સ્ટાફનાઓ ગીર-સોમનાથ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એએસઆઈ જે.બી.કુરેશીને ખાનગીરાહે હકીકત મળેલ કે વડાળા ગામની સીમમાં ચૌહાણ ફાર્મ હાઉસમાં જાહેરમાં જુગાર રમી રમાડે છે તેવી બાતમીનાં આધારે રેઈડ કરતાં અમીન ઉર્ફે ઈમુ હનીફ કાપડીયા, સીમર ગફારભાઈ પટણી, સુફીયાન યુસુફભાઈ, સુલેમાન હાસમભાઈ સોરઠીયા, સેફુલ ઈબ્રાહીમ પંજા, સોએબ હનીફ પટણી, રીયાઝ અલીમહમદ પંજા, મુનીર ઈકબાલ પંજા, અંસાર અનવર ચૌહાણ, યુનુસ ઉમર મેમણ, ઈમ્રાન સતાર ચૌહાણ, યાસીન અનવર ખાસાબ, ફૈજાન રહીમ પંજા, અસલમ સલીમ પંજા, સબીર અનીફ પટણી તથા હાજર નહીં મળી આવનાર ફાર્મના માલીક હનીફ ચૌહાણ (રહે.બધા વેરાવળ)વાળાઓને વાહનો, મોબાઈલફોન મળી કુલ રૂ.૩,૮૦,૭૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને આ તમામ ઈસમો વિરૂધ્ધ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આ સિવાય અન્ય ૧૭ શખ્સો સ્વિમીંગ પુલમાં સ્નાન કરતાં મળી આવેલ હોય અને કોવીડ-૧૯નાં જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ સબ ઈન્સ્પેકટર પી.જે.રામાણી, એએસઆઈ જે.બી.કુરેશી, એસ.કે.સોલંકી, જે.પી.મેતા, રોહિતસિંહ રામસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ચાવડા, રમેશભાઈ શીંગરખીયા, અરવિંદભાઈ સોલંકી, પ્રવિણસિંહ મોરી સહિતનાઓ જાડાયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!