રેશનકાર્ડ એક આવશ્યક દસ્તાવેજ : અનેક યોજનાનો લાભ પણ અપાવે છે

દરેક નાગરીકને પોતાનાં રહેઠાંણ અંગેનો પુરાવો આપવા માટે એક તો આધારકાર્ડ હોવું જરૂરી છે અને સાથે જ રેશનકાર્ડને પણ અતિ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સરકારશ્રીની એવી અનેક યોજનાઓ છે કે જેના દ્વારા વિવિધ કેટેગરી ધરાવતાં રેશનકાર્ડ ધારકોને સરકારશ્રી દ્વારા થનારા લાભો મળી શકે છે. કોરોનાની મહામારીનાં સમયે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને વિવિધ સવલતો અને સહાય આપવામાં આવી છે. ગઈકાલે જ છઠ્ઠીવાર રાષ્ટ્રને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વન નેશન વન રેશનકાર્ડ ધારકોને ગરીબોને નવેમ્બર માસ સુધી મફત અનાજ વિતરણનું પેકેજ પણ જાહેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત સરકારી કામકાજમાં પણ વન નેશન વન રેશનકાર્ડ તથા આધારકાર્ડ માંગવામાં આવતું હોય અને તેની એક અગત્યતા રહેલી છે ત્યારે રેશનકાર્ડમાં ફ્રી ઘઉં, ચોખા, ચણાની સાથે અનેક જગ્યાએ પણ રેશનકાર્ડની જરૂરીયાત હોય શકે છે. રેશનકાર્ડ આમ તો એક સરકારી ડોક્યુમેન્ટ ગણાય છે અને તેની મદદથી જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત વ્યાજબી ભાવની દુકાનોમાંથી ઘઉં, ચોખા, ખાંડ, ચણા, મીઠુ વગરે બજારનાં મુલ્યો કરતાં ઓછી કિંમતે મળતાં હોય છે. રેશનકાર્ડનો ઉપયોગ ઘણી જગ્યાએ ઓળખપત્ર તેમજ રહેઠાણનાં પુરાવા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
રેશનકાર્ડ કોણ બનાવી શકે
રેશનકાર્ડ બધા જ લોકો બનાવી શકતા નથી. તેના માટે એક નિશ્ચિત આવક દર્શાવવામાં આવી છે. ત્રણ પ્રકારનાં રેશનકાર્ડ હોય છે. જેમાં ગરીબી રેખાની ઉપર એપીએલ, ગરીબી રેખાની નીચે બીપીએલ અને અંત્યોદય પરિવાર માટે રેશનકાર્ડ હોય છે. રેશનકાર્ડ બનાવવા માટે પ્રથમ તો વ્યકિત ભારતનો નાગરીક હોવો જાઈએ. તેની પાસે કોઈ અન્ય રાજયનું રેશનકાર્ડ હોવું ન જાઈએ. જેનાં નામ ઉપર રેશનકાર્ડ બની રહ્યું છે તેની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જાઈએ. આ ઉપરાંત ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં નામ માતા-પિતાનાં રેશનકાર્ડમાં સામેલ કરવામાં આવે છે. એક જ પરિવારમાં મુખ્યાનાં નામ ઉપર રેશનકાર્ડ હોય છે. રેશનકાર્ડમાં જે સભ્યોને સામેલ કરવામાં આવ્યાં છે. તે પોતાનાં પુરાવા તરીકે પણ અનેક સરકારી યોજનામાં રેશનકાર્ડ આપી શકે છે.
વિવિધ કામોમાં પણ રેશનકાર્ડનાં ઉપયોગનું ચલણ વધ્યું છે
• બેંક એકાઉન્ટ ખોલવામાં
• સ્કુલ, કોલેજમાં
• એલપીજી કનેકશન લેવામાં
• ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવામાં
• સરકારી દસ્તાવેજ જેવા નિવાસસ્થાનનું પ્રમાણપત્ર બનાવવામાં
• વોટર આઈડી બનાવવામાં
• પાસપોર્ટ બનાવવામાં
• લાઈફ ઈન્સ્યોરન્સ કરાવવામાં
• લેન્ડલાઈન, બ્રોડબેન અથવા વાઈફાઈ કનેકશન મેળવવા માટે
• આધારકાર્ડ બનાવવામાં અથવા તેની ડીટેઈલનાં અપડેશનમાં
• પાનકાર્ડ બનાવવામાં
આમ ઉપર મુજબ અનેક પ્રકારે રેશનકાર્ડની જરૂરીયાત છે. જૂનાગઢ શહેર, જીલ્લામાં તેમજ રાજયભરમાં વસવાટ કરતાં નાગરીકોને જુદી-જુદી કેટેગરી પ્રમાણે રેશનકાર્ડ અમલમાં છે અને સમય પ્રમાણે સરકારી યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!