ગુજરાત રાજયનાં ૧૮ર ધારાસભ્યોનો પગાર અને પેન્શનમાં પણ કાપ મુકવા માંગણી

0

કોરોના મહામારીનાં સમયમાં લોકડાઉનની પરિસ્થિતિમાં વેપાર ઉદ્યોગ ધંધા અને આર્થિક ક્ષેત્રોમાં મંદીનો ફટકો પડ્યો છે. લોકો રોજી-રોટી વિહોણાં બની ગયાં છે તેવાં સંજાગોમાં સરકાર દ્વારા એક તરફ આમ જનતાને ખાસ કરીને ગરીબ વર્ગની જનતા માટે રોજીરોટીની વ્યવસ્થા માટે તેમજ આર્થિક આત્મનિર્ભર બનાવવાની યોજનાઓ જારી કરવામાં આવે છે. જરૂરીયાતમંદ લોકોને માટે મફત અનાજની યોજના અને તેનું વિતરણ થઈ રહ્યું છે તેમજ એક તરફ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનો ભાવવધારો સતત થઈ રહ્યો છે. પેટ્રોલ-ડિઝલ અને રાંધણગેસનાં ભાવોમાં પણ ભાવ વધારો બેકાબુ બની રહ્યો છે. સરકાર આર્થિક દોરને સમતોલ બનાવવાનાં પગલાનાં ભાગરૂપે સરકારી કર્મચારીઓનાં પગાર અને પેન્શનમાં કાંપ લાદી અને મોફુક રાખવામાં આવેલ છે. ત્યારે ગુજરાતનાં ધારાસભ્યોનાં પગાર-ભથ્થાં અને પેન્શનમાં પણ કાંપ મુકવામાં આવે તો અનેક પ્રકારની આર્થિક સહિતની મુશ્કેલીઓ પણ દુર થઈ શકે છે ત્યારે આ બાબતે સરકારે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની સરકારી કર્મચારીઓની માંગણી બુલંદ બની રહી છે.  ગુજરાતનાં વિધાનસભા મત વિસ્તારમાં દૃષ્ટિપ્રાત કરીએ તો કુલ ૧૮ર ધારાસભ્યોનો સમાવેશ થાય છે અને ગુજરાત સરકારનું માળખું ૧૮ર ધારાસભ્યોને સાંકળી અને બનાવવામાં આવેલ છે. અર્થઓનાં જણાવ્યાં અનુસાર ૧ એમએલએનો પગાર માસીક રૂ.૧ લાખ છે ત્યારે ૧૮ર એમએલએનો પગાર ૧ મહિનાનો ૧ કરોડ અને ૮૪ લાખ જેવો થાય છે જ્યારે વાર્ષિક પગાર જાઈએ તો ૧૮ર ધારાસભ્યોનો ર૧ કરોડ ૮૪ લાખ જેવો થાય છે અને ૧૮ર ધારાસભ્યોનો પ વર્ષનો ૧ અબજ અને ૯ર કરોડ રૂપિયા થાય છે. દર પ વર્ષે ચુંટણી આવતી હોય છે. લોકશાહીનાં બંધારણ મુજબ કાર્યવાહી થતી હોય છે અને અનિવાર્ય સંજાગોનાં કારણે જા કોઈ ધારાસભ્યનું મૃત્યુ થાય અથવા તો પક્ષપલ્ટો કરી અને અન્ય પક્ષમાં ભળી જતાં હોય ત્યારે આવી જગ્યા ઉપર પેટા ચુંટણી થતી હોય છે અને તેનો પણ અઢળક ખર્ચો થતો હોય છે. ચુંટણી જીતી ના શક્યા હોય તેવા વિધાનસભાનાં ઉમેદવારોને માસિક રૂ.પ૦ હજારનું પેન્શન પણ ફાળવવામાં આવે છે. આમ ગુજરાતનાં ૧૮ર ધારાસભ્યોનાં પગાર-ભથ્થાં-પેન્શન ઉપર જાવા જઈએ તો સરકારની તિજારીઓ ઉપર ખુબ જ મોટું આર્થિક ભારણ આવી રહ્યું છે અને આ આર્થિક ભારણને દુર કરવા માટે સરકારે કડક નિયમો બનાવવા જાઈએ, કેટલોક કાંપ મુકવો જાઈએ સરકારી કર્મચારીઓમાં જા પગાર કાંપ સહિતની પાબંધી લગાવવામાં આવી છે તો આ આર્થિક ભારણ ઓછું કરવા માટે ધારાસભ્યો-સાંસદોનાં પગાર ભથ્થામાં પણ કાંપ મુકવો જાઈએ તેવી લાગણી સરકારી કર્મચારીઓમાં ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!