જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ મારૂતિનગરમાં વરસાદી પાણીથી ખાડાઓ ભરાતાં, દુર્ગંધ ફેલાતાં આ અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર અને મનપા કમિશ્નરને રજૂઆત કરી છે. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં નાગરિકોએ રર દિવસ પહેલાં મધુરમમાં આવેલ કોર્પોરેશનની કચેરીએ જઈને આ બાબતે રજૂઆત કરી હતી પરંતુ વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં જૂનાગઢ જિલ્લા કલેકટર અને મહાનગરપાલીકાના કમિશ્નરને લેખિત ફરીયાદ કરી તેમાં જણાવેલ છે કે, મધુરમ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં કરાતાં બેહદ દુર્ગંધ ફેલાયેલ છે. સોસાયટીથી માત્ર ૬૦ મીટર દૂર મંગલધામમાં કોરોનાનો એક કેસ પોઝીટીવ આવેલ છે ત્યારે વરસાદી પાણીને કારણે મેલેરીયા, ટાઈફોઈડ, તાવ કે અન્ય ગંભીર બિમારી આ વિસ્તારમાં ન ફેલાય તે માટેતાકીદના ધોરણે પાણીથી ભરાયેલા ખાડાઓમાં મોરમ નાખી રસ્તો રીપેર કરવા માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews