માણાવદર-બાંટવા રોડ ઉપર એક મહિલા કોરોના પોઝીટીવ, તંત્ર દોડતું થયું

0

માણાવદર-બાંટવા રોડ ઉપર એક મહિલાનો કોરોના પોઝીટીવ કેસ ગત રાત્રીનાં જાહેર થતા આજ સવારથી આ વિસ્તારનાં રહેવાસીઓનાં સેમ્પલ કલેકશન પીએચસીનાં ડો. વી.એલ.પટેલ, રાજેશભાઈ(સુપરવાઇઝર), હિનાબેન(એલ.એન.ટી.) તથા પીએચસી બાંટવા ટીમે હાથ ધરી અને આ મહિલા આ વિસ્તારનાં કોઈનાં સંપર્કમાં આવી હોય અને તેનો ચેપ કે વાયરસ અન્ય કોઈને છે કે કેમ ? તેનાં સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે. તાલુકામાં અગાઉ ત્રણ કેસ કોરોનાનાં થયા છે. આ ચોથો કેસ નોંધાતા ચિંતાનો વિષય બન્યો છે. પીએચસી દ્વારા આયુર્વેદિક ઉકાળાનો હજી સુધી પેકેટ વિતરણ કરાયું નથી તથા સરકારી હોસ્પિટલમાં આયુર્વેદિક કોઈ દવા જ નાથી મળતી તેવી પ્રજાજનોની ફરિયાદ છે. તાકિદે આયુર્વેદિક દવા, ઉકાળા મળે તેવી વ્યવસ્થા કરવા માંગ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!