સમગ્ર ભારતમાં કોરોના વાયરસનાં કારણે લોકોની હાલત અત્યંત દયાજનક બનવા પામી છે. ત્યારે શિક્ષણની કામગીરી પણ ખોરંભે ચઢી જવા પામી છે. આ સંજાગોમાં ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય આગામી તા.૩૧મી જુલાઈ સુધી સવારે સાડા સાતથી બપોરે બારનો કરી દેવામાં આવ્યો છે. ગુજરાત રાજયનાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સામાન્ય સંજાગોમાં હાલમાં નવું શૈક્ષણિક સત્ર પૂર્ણતઃ નિર્ધારીત સમય મુજબ શરૂ થઈ જતું હોય છે. પરંતુ હાલ કોરોના મહામારીનાં કારણે સમગ્ર ગુજરાત રાજયમાં શૈક્ષણિક કાર્ય શાળાઓમાં શરૂ થઈ શક્યું નથી. ઉલ્ટાનું વિદ્યાર્થીઓને હાલમાં શાળાઓમાં આવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેવા સંજાગોમાં રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય કેવી રીતે નિર્ધારીત કરવો તે અંગે વિવિધ જીલ્લાઓ દ્વારા અલગ-અલગ પરિપત્રનો જારી કરવામાં આવ્યા છે. હાલનાં સંજાગોમાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે વર્ચુઅલ કલાસરૂમ, યુટયુબ અને ટીવીનાં માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં પરંતુ આગામી સમયમાં વિદ્યાર્થીઓએ હોમ લ‹નગ દ્વારા કેટલું શિક્ષણ પ્રાપ્ત કર્યું તેનું મુલ્યાંકન કરવા માટે મુલ્યાંકન કસોટીઓ લેવાની પણ વિચારણા ચાલી રહી છે. આ સંજાગોમાં સમગ્ર રાજયમાં સરકારી પ્રાથમિક શાળાઓનો સમય તા.૧ લી જુલાઈથી તા.૩૧મી જુલાઈ સુધી સવારે ૭.૩૦ થી બપોરે ૧ર વાગ્યા સુધીનો સમાન ધોરણે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ નિર્ધારીત સંખ્યામાં શિક્ષકોએ હવે પાછી આ સમયે જ શાળાઓમાં જવાનું રહેશે. ઉપરાંત સપ્તાહમાં એક કે બે વાર વિદ્યાર્થીઓનો ટેલિફોનિક સંપર્ક સાંધી તેના શિક્ષણની વિગતો મેળવી લેવાની રહેશે. સાથે જ નજીકમાં રહેતાં વિદ્યાર્થીઓની વ્યકિતગત મુલાકાત લઈ, તેઓને હોમ લ‹નગમાં કોઈ મુશ્કેલી હોય તો તે દુર કરવામાં મદદ કરવાની રહેશે તથા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયનાં ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં સુધી ઈન્ટરનેટ સેવાઓ પુરી રીતે ઉપલબ્ધ નથી. તો ઘણા એવા ગરીબ પરિવારો છે કે જેઓ હજી મોબાઈલ ફોનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. આવા પરિવારના બાળકોએ ઓનલાઈન શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે બાબત વિચાર માંગી લેતો વિષય છે. પરંતુ જા સરકાર વિદ્યાર્થીઓની કસોટી લેવાનો નિર્ણય કરશે તો આ સ્થિતિમાં શિક્ષકોની હાલત બરાબરની પાતળી બની જવાની ભીતી સેવાઈ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews