Monday, January 18

જૂનાગઢ કલેકટર કચેરીના કર્મચારીને માર માર્યાની ફરિયાદ

જૂનાગઢ કલેકટર કચેરીનો કલાર્ક બાઈક ઉપર જયશ્રીરોડ ઉપરથી પસાર થતો હતો ત્યારે બાઈક અડી જવા બાબતે અજાણ્યા બે શખ્સોએ માર મારી, મોબાઈલ લૂંટી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત પ્રમાણે જૂનાગઢ કલેકટર કચેરીની હોમ શાખામાં ફરજ બજાવતા મયંકભાઈ પંડયા (રહે. મહેશનગર પાછળ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ) જયશ્રી રોડ ઉપર પોતાના બાઈ ઉપર જતા હતા ત્યારે સામેથી બાઈક ઉપર આવતા બે શખ્સોએ બાઈક અડી જવા બાબતે બોલાચાલી કરી, રૂપિયાની માંગણી કરી, માર મારી, મોબાઈલ કિંમત રૂ. ૧૮,૦૦૦ અને રેઈનકોટ લૂંટી ગયાની અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ‘બી’ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ પીએસઆઈ એ.કે. પરમાર ચલાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!