જૂનાગઢનાં સરગવાડા ખાતે સામાન્ય બાબતે મારામારી : સામસામી ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં સરગવાડા ખાતે રહેતાં સતીષભાઈ ઘુઘાભાઈ હરણએ પોલીસમાં આ કામનાં આરોપી બધાભાઈ ગોગનભાઈ, સંદીપભાઈ બધાભાઈ, સાગરભાઈ બધાભાઈ, રાંભીબેન બધાભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં ઘરનું પાણી રોડ ઉપર નીકળતું હોય જે આ કામનાં આરોપીઓ બંધ કરી દેતા હોય જેથી ફરીયાદીએ તેઓને સમજાવવા જતા આ કામનાં આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ધારીયા-કુહાડી જેવા હથિયાર લઈ ફરીયાદીને ખંભાના ભાગે તથા સાહેદ ઘુઘાભાઈને માથાનાં ભાગે ઈજાઓ કરી ગાળો કાઢી એકબીજાને મદદગારી કરી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ બનાવ અંગે સામાપક્ષે પણ બધાભાઈ ગોગનભાઈ હરણએ પણ પોલીસમાં સતીષભાઈ ઘુઘાભાઈ હરણ, ઘુઘાભાઈ ગોગનભાઈ હરણ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં ઘર પાસેથી આ કામનાં આરોપીઓનાં ઘરનું પાણી નીકળતું હોય જે બાબતે એકબીજાએ મનદુઃખ રાખી આ કામનાં આરોપીઓએ કુહાડી તથા ધારીયા વડે ફરીયાદી તથા સાહેદ સંદીપભાઈ તથા રાંભીબેનને નાની-મોટી ઈજાઓ કરી ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!