જૂનાગઢમાં મનદુઃખે ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ

જૂનાગઢનાં એસટી કોલોની કવાર્ટર નં.ઈ૪ ખાતે રહેતાં અનીલભાઈ કાન્તીભાઈ રાઠોડએ પોલીસમાં આ કામનાં આરોપી દિનેશભાઈ મુળજીભાઈ મેવાડા, હિરેનભાઈ ભોવાનભાઈ મેવાડા તથા ફરીયાદીનાં પત્ની દિવ્યાબેન અનીલભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીની પત્ની રિસામણે ગયેલ હોય અને જેનું મનદુઃખ રાખી આ કામનાં આરોપી દિનેશભાઈ મેવાડા તથા હિરેનભાઈ મેવાડાએ ફરીયાદીનાં મોબાઈલમાં ગાળો બોલી, મારી નાંખવાની ધમકી આપી તેમજ આરોપી દિવ્યાબેનએ પણ ફરીયાદીને અવારનવાર ફોનમાં ધમકાવી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!