જૂનાગઢ અને કેશોદનાં કાલવાણી ગામે અપમૃત્યુનાં બનાવો

જૂનાગઢનાં નરસિંહ મહેતાનાં ચોરા પાસે રહેતાં સુરેશભાઈ લક્ષમણભાઈ જેઠવા પોતાના ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ પડી જતાં તેમને પ્રથમ જૂનાગઢ અને બાદમાં રાજકોટ સિવિલમાં સારવાર માટે દાખલ કરેલ અને જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે અન્ય એક બનાવમાં કેશોદનાં કાલવાણી ખાતે રહેતાં વંદનાબેન કિશોરભાઈ પાતરએ કોઈપણ કારણોસર પોતાના સસરાનાં ઘરે ગળાફાંસો ખાઈ લેતાં તેઓનું પણ મૃત્યુ નિપજ્યું હતું. આ બંને બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!