ગીર સોમનાથ જીલ્લામાં બે દર્દીઓએ કોરોનાને મહાત આપી

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલ ૨૬ દર્દીઓ પૈકી ૨ દર્દીઓ સ્વસ્થ થઇ જતા બંન્નેને રજા આપવામાં આવી હતી. તો બીજી તરફ જૂનાગઢ જીલ્લાનાં માળીયાહાટીના બુધેચા ગામનો ૨૩ વર્ષીય યુવાન કોરોના પોઝીટીવ આવતા સારવાર અર્થે વેરાવળ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના સંક્રમણની ગતિ થોડા દિવસોથી ધિમી પડી છે. દરમ્યાન ગીર સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવ આવેલા ૨૬ દર્દીઓ વેરાવળ ખાતે સારવાર લઇ રહેલ છે. તે પૈકી વેરાવળ અને તાલાલાના એક-એક દર્દી સ્વસ્થ થઇ ગયા હોવાથી ગઈકાલે આરોગ્ય વિભાગે બંન્નેને રજા આપી દીધી હતી. બંન્નેને ઘરે કોરોન્ટાઇન રહેવા કોવીડની ગાઇડલાઇન્સનું પાલન કરવા સુચના આપવામાં આવી હતી. જયારે ગઈકાલે જૂનાગઢ જીલ્લાના માળીયાહાટીના તાલુકાના બુધેચા ગામે રહેતા ૨૩ વર્ષીય યુવાન કોરોના પોઝીટીવ આવેલ છે. આ યુવાનને સારવાર અર્થે વેરાવળની સીવીલ હોસ્પીટલના કોરોના વોર્ડમાં ખસેડવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!