જૂનાગઢ : શ્રી બાજ ખેડાવળ બ્રાહ્મણ ટ્રસ્ટની ચૂંટણી કરવાનો હુકમ કરતી કોર્ટ

જૂનાગઢ-જાષીપરાનું શ્રી બાજ ખેડાવળ બ્રાહ્મણ યુવક મંડળ નામનું ચેરીટી કમિશ્નર જૂનાગઢની કચેરીમાં રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટમાં વર્ષ ર૦૦૦થી લઈ આજ સુધી જે વ્યકિતઓ ટ્રસ્ટી છે. તેમાંથી મોટાભાગનાંની ઉંમર પ૦ વર્ષ ઉપરાંતની છે. જા કે આ ટ્રસ્ટનાં બંધારણ મુજબ પ૦ વર્ષથી વધારેની ઉંમરનાં વ્યકિત ટ્રસ્ટી તરીકે રહી ન શકે તેવી જાગવાઈ છે. છતા આ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ પૈકી જેઓ પ૦ વર્ષની ઉંમર પૂરી થયેલ છે તે આ ટ્રસ્ટમાંથી નિવૃત થયેલ નથી. આમ કરી ટ્રસ્ટ એકટ તથા ટ્રસ્ટ ડિડની જાગવાઈનું ઉલ્લઘંન કરેલ છે તેમજ આ ટ્રસ્ટનાં ડિડમાં જણાવેલ જાગવાઈ મુજબ આ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓની નિમણુંક કરવા જ્ઞાતિની સામાન્ય સભા બોલાવી તેમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવાની કોઈ કાર્યવાહી ન કરી આ ટ્રસ્ટનાં રેકર્ડ ઉપરનાં પ્રમુખ દવે ચશ્માવાળા શૈલેષભાઈ દવે પોતાની મરજી મુજબની વ્યકિતની ટ્રસ્ટનાં પ્રમુખ, ખજાનચી, ઉપ-પ્રમુખ વિગેરેની નિમણુંક છેલ્લા ઘણા વર્ષથી કરતા હોવાથી આ ટ્રસ્ટનાં ટ્રસ્ટઓની નિમણુંક કરવા ચૂંટણી થવી જાઈએ તેવી એક અરજી રાજકોટનાં સંયુકત ચેરીટી કમિશ્નરની કોર્ટમાં થતા આ કોર્ટે આ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓએ છ માસમાં ટ્રસ્ટનાં બંધારણ મુજબ ચૂંટણી કરવા આદેશ કરેલ છે. આ ટ્રસ્ટમાં જે વ્યકિત રેકર્ડ ઉપર ખજાનચી નથી તેવી વ્યકિતએ તથા જે વ્યકિત રેકર્ડ ઉપર પ્રમુખ નથી તેવી વ્યકિતએ પ્રમુખ તરીકે સહિ કરી આ ટ્રસ્ટનાં બેંક એકાઉન્ટ વિગેરે જગ્યાએ નાણાંકીય વ્યવહારો કરેલ હશે તો તે અંગે ટુંક સમયમાં ફોજદારી કાર્યવાહી થવાની હોવાનું અંતમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!