કેશોદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, હવે તંત્ર કેટલું ગંભીર રહેશે

કેશોદ શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લેવાયેલ પગલાં છતાં સંક્રમણથી કોરોના પોઝીટીવ કેસ નોંધાવાની ચેઈન તુટતી નથી જેના કારણે સમયાંતરે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા જ કરે છે. આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ કેશોદ શહેરના જુના ગામતળ વિસ્તારમાં આવેલા કસ્તુરબા શેરીમાં રીક્ષાચાલકને કોરોના વાયરસનાં લક્ષણો જોવા મળતાં કેશોદની અમૃતનગર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલા હતા અને ફરીથી ઘરે આવી ગયેલાં હતાં. વહેલી સવારે અને બપોરે બન્ને ટાઇમ મેઈન બજારમાં આવેલી આમેના મસ્જિદમાં નમાજ અદા કરી હતી. તેમના પોઝીટીવ રીપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ ઉપર પહોંચી કોરોના સંક્રમિત વ્યક્તિને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. હવે આંકડો વધીને અગીયાર ઉપર પહોંચી ગયો છે. કેશોદનું વહીવટી તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવા માટેની વહીવટી કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલા અને નમાજ અદા કરવા માટે મસ્જિદમાં ગયેલાં હતાં એ બાબત ગંભીર ગણીને કાર્યવાહી કરવામાં આવશે કે કેમ…? આગાઉ બે કેસમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલા વ્યક્તિઓનાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા હતાં છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સદનસીબે સંક્રમિત વ્યક્તિ ધ્યાને આવેલ નથી ત્યારે આ વખતે પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવશે કે કેમ તે આવનારાં જાહેરનામા બાદ ખ્યાલ આવશે. કેશોદ શહેર-તાલુકામાં કોરોના મુક્ત બને એવું સૌ ઈચ્છી રહ્યાં છે પરંતુ કોરોના મહામારીમાં સંક્રમણ ચાલું જ રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!