કેશોદ નગરપાલિકા પ્રમુખ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ, યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ પ્રમુખ સહીતના હોદ્દેદારોને ગોંધી રાખ્યોનો આક્ષેપ

0

કેશોદ શહેરી વિસ્તારમાં તુટેલા રોડ રીપેરીંગ કરવામાં આવી રહયા છે તે રોડ એસ્ટીમેટ મુજબ કામગીરી કરવામાં આવે તેવી માંગણી સાથેની રજૂઆત કરવા માટે યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ સહીતના હોદેદારો નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં આવેલ હતાં. જ્યાં હોદેદારોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે તુટેલા રોડ રીપેરીંગ કરવામાં આવે છે અને બાકી રહેતા રોડ ક્યારે પૂર્ણ કરવામાં આવે તેવી લેખિતમાં બાંહેધારી આપવા અને એસ્ટીમેટ મુજબ કામગીરી કરવાની રજૂઆત કરવામાં આવી હતી અને જો માંગણી મુજબ લેખિતમાં બાંહેધારી ન આપવામાં આવે ત્યાં સુધી નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં ધરણા કરવાનું યુથ કોંગ્રેસ પ્રમુખ અવિનાશ પરમારે જણાવ્યું હતું. આ બાબતે નગરપાલિકા પ્રમુખ સાથે લેખિતમાં બાંહેધારી આપવાની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નગરપાલિકા પ્રમુખે લેખિતમાં બાંહેધારી આપવાની માંગણી સ્વીકારવા તૈયાર થયા ન હતા. બાદમાં થોડીવાર બાદ નગરપાલિકા પ્રમુખ ચેમ્બર છોડી જતાં રહ્યાં હતાં. બાદમાં પાલિકાનાં પટ્ટાવાળા દ્વારા નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં બહારથી લોક કરી જતા રહેતાં નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં પુરાયેલાં હોદેદારોએ ૧૦૦ નંબરમાં જાણ કરતાં પોલીસ નગરપાલિકા પ્રમુખ કચેરીએ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં પીઆઈ વસાવા પણ નગરપાલિકા પ્રમુખ ઓફિસે પહોંચ્યા હતાં. બાદમાં નગરપાલિકા પ્રમુખની ઓફિસનો દરવાજો ખોલાવી નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં માલસામાન તથા ઓફિસના સાહિત્યની પોલીસ સ્ટાફ દ્વારા વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ હોદ્દેદારોએ બહાર નીકળી નગરપાલિકા પ્રમુખ વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી. જે બાબતે યુથ કોંગ્રેસ પ્રમુખ અને એનએસયુઆઈ પ્રમુખ સહીતના હોદ્દેદારોએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલીયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર પ્રસરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!