ત્રણ મહિના બાદ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં હવે એક આશાનું કિરણ દેખાઇ છે કેમ કે, અહીં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાઇ રહ્યો છે. મુંબઇના મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં કોઇ મોટી આફત ઉતરી આવે તેની રાહ જાયા વિના વાયરસનો પીછો કરો અને તેને ખતમ કરોનો આક્રમક અભિગમ અપનાવ્યો હતો જેના આજે સારા પરિણામ જાઇ શકાય છે. ગત એપ્રિલમાં જ્યારે અહીં પ્રથમ કેસ નોંધાયો ત્યારે ઘણાને એવી દહેશત પેસી ગઇ હતી કે, કોરોના આ સમગ્ર ઝૂંપડપટ્ટીને એક કબ્રસ્તાનમાં ફેરવી નાંખશે, કેમ કે, અહીંના મકાનોની ગીચતાને જાતાં અહીં સોશ્યલ ડિસ્ટન્સ સહેજપણ શક્ય નહોતું. એમ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારી કિરણ દીઘવકરે હતું. ગીચોગીચ મકાનો ધરાવતા ધારાવી વિસ્તારએ દેશના નાણાંકીય પાટનગરમાં આવકની અસમાનતા દર્શાવતું સૌથી મોટું દૃષ્ટાંત છે. આ વિસ્તારમાં રહેતાં ૧૦ લાખ લોકો મહદઅંશે ફેક્ટરીના કામદાર, ધનિકોના ઘરોમાં કપડા-વાસણ કરવા અને ગાડીઓના ડ્રાઇવર તરીકે કામ કરવા જેવા ઓછી આવકના વ્યવસાયોમાં જાતરાયેલા છે. જ્યાં એક રૂમમાં જડલ લોકો એક સાથે સૂઇ જતાં હોય અને સો વ્યક્તિઓ દીઠ એક વોશરૂમ હોય ત્યાં સામાજિક અંતર, સેનેટાઇઝેશન કે વારંવાર હાથ ધોવા જેવી પદ્ધતિઓ તદ્દન અશક્ય હતી તે વાસ્તવિકતાની જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનને અગાઉથી જ હતી. આ વિસ્તારમાં સોશ્યલ ડિસ્ટન્સંગ ક્યારેય શક્ય બન્યું ન હોતું, ઘરોમાં આઇસોલેશનમાં રાખવા અહીં શક્્ય નહોતું અને સંખ્યાબંધ લોકો એક જ ટોઇલેટનો ઉપયોગ કરતાં હોઇ કોન્ટેક્ટ (સંપર્કમાં આવનાર વ્યક્તિ)ને શોધી કાઢવા અહીં અશક્ય હતું એમ દીઘવકરે એએફપી સમાચાર સંસ્થાને કÌšં હતું. આરંભમાં કોર્પોરેશને એવી યોજના બનાવી હતી કે, પ્રત્યેક ઘરે જઇને લોકોનું સ્ક્રનિંગ કરવું, પરંતુ આખા મુંબઇની અત્યંત ભેજવાળી અને અત્યંત ગરમ હવામાં પ્લાસ્ટિકના બનેલા પર્સનલ પ્રોટેક્ટવ કીટ પહેરવી હેલ્થ વર્કર માટે શક્ય નહોતું તેથી તે યોજના પડતી મૂકી હતી એમ તેમણે કÌšં હતું. પરંતુ જ્યારે ધારાવીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યાનો આંક ૫૦ હજાર ઉપર પહોંચ્યો ત્યારે કોપોર્રેશન સફાળી જાગી અને સંક્રમણને રોકવા અત્યંત આક્રમક બની. કોર્પોરેશને મિશન ધારાવી શરૂ કર્યુ અને સમગ્ર ધારાવી વિસ્તારમાં ઠેર ઠેર તાવ પામવાના કેન્દ્રો ઊભા કર્યા જ્યાં લોકો સામે ચાલીને આવ્યા અને ર્પોંઈાનું સ્ક્રનિંગ કરાવ્યું. આ વિસ્તારની આસપાસ આવેલ સ્કૂલો, કોલેજા, હોલ અને લગ્નના હોલને કોવિડ-૧૯ સેન્ટરમાં ફેરવી નાંખવામાં આવ્યા. જા લોકોને થોડાં પણ પોઝિટિવ લક્ષણો જણાયા તેઓને તાત્કાલિક આ સેન્ટરોમાં સારવાર માટે ખસેડ્યા. વાયરસના હોટસ્પોટ ગણાતા વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટને લગતાં આકરાં પગલાં લેવાયા, ૧.૨૫ લાખ લોકોને કોરોન્ટાઇન કરાયા, તેઓની ગતિવિધિઓ ઉપર દેખરેખ રાખવા ડ્રોન વિમાનોની મદદ લેવાઇ અને તેઓને અનાજ-પાણી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા સ્વંયસેવકોની આખી એક ફોજ ઉતારી દેવામાં આવી. તમામ પગલાં છેવટે કારગત નિવડ્યા અને આજે ધારાવીમાં કોરોના મહદઅંશે કાબુમાં આવી ગયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews